________________
૬૦ બચપણથી વાંચન ઉપર રૂચી થવી તે બાળ શિક્ષણનું ઉમદા ફળ છે, પણ જે વાંચનના શેખની સાથે જ્ઞાન સંપાદન કરવાને શેખ ઉત્પન્ન થાય. તેમજ ખાસ એક વિષય ઉપર ચિત્તની એકાગ્રતા કરવાની ટેવ પડે, તથા અવલેન કરવાની શક્તિ આવે, તે તે ઘણો જ ફાયદો થાય.
૬૧ ઘણુ વખત એક જાતને શેખ બીજી જાતના આનંદને માર્ગ બંધ કરે છે, બીજી જાતના આનંદ મેળવવાની શક્તિને નાશ કરે છે, ચારિત્ર ઉપર માઠી અસર કરે છે, દાખલા તરીકે નોવેલ કથાઓ વાંચવાની ટેવ પડવાથી ઉમદા સાહિત્ય ઉપરની રૂચી નષ્ટ. થાય છે, આ હલકા સાહિત્યમાં મચ્યા રહેવાથી રસજ્ઞતા નષ્ટ થાય છે, એક પ્રકારના શેખ બીજી જાતના શાખનો પિાક હવે જોઈએ.
કર પહેલાની કેળવણને એવો ઉદ્દેશ હતું કે, મનને કેળવીને તથા અંકુશમાં રાખીને ઈચ્છાબળ વધારવું, સુખની ઉપેક્ષા કરીને દુઃખ સહન કરવાનો અભ્યાસ પાડ, સ્વાભાવિક રૂચિઓ તથા વૃત્તિઓને અંકુશમાં રાખવી, કામનાઓની સત્તા અને સંખ્યામાં ઘટાડે કર્યા જવું, બહારના પદાર્થોની ગરજ રાખ્યા સિવાય નિર્વાહ ચલાવી લેવાને માહાવરે પાડ અને એકદર રીતે આત્મોન્નતિને જ પરમ પ્રાપ્તવ્ય ગણવું એવું શિક્ષણ અપાતુ હતું.
૬૩ પહેલા પ્રકારની કેળવણું ઈચ્છાઓને કેળવે છે અને બીજા પ્રકારની કેળવણી મનને કેળવે છે. હાલની કેળવણી પહેલા પ્રકારની છે. જ્ઞાન અને નીતિને, ઈચ્છાના વિષય બનાવવા એ હાલની પદ્ધતિને મુખ્ય ઉદ્દેશ છે.
- ૬૪ શરીર બળમાં પુરૂષથી ઉતરતી જણાતી સ્ત્રીઓ, મનના. બળમાં અને સહનશીલતામાં પુરૂષોના કરતાં ચડીયાતી જણાય છે.