________________
વિવોને ત્યાગ, નિર્જન સ્થાન, તત્વજ્ઞાન, ચિંતારહિતમન, નિરોગી શરીર અને મને નિષેધ (મનવચન કાયાને નિરધ) એ સર્વ મુનિઓને મોક્ષને અર્થ ધ્યાનનાં પ્રબળ નિમિત્તો છે.
વિક દૂર કરવા અંગન્યાગની જરૂર છે, મનુષ્યની સબત કઈને કઈ સ્મરણ કરાવ્યા સિવાય રહેતી નથી, એકી સાથે વળગેલા વીંછીઓ જેમ મનુષ્યને પીડા ઉત્પન્ન કરે છે તેમ વિકલ્પો આત્માને પીડા કરનારા છે. અરે ! આ વિકલ્પ જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને શાંતિ કયાંથી હોય ? જે બાહ્ય સંગના ત્યાગથી આ જીવને આટલું સુખ થાય છે તો પછી આત્માના સંગથી ખરૂ સુખ તેણે શા માટે ન ભોગવવું ? અજ્ઞાની છે બાહ્ય વસ્તુના સંગથી સુખ માને છે ત્યારે જ્ઞાનીએ તેના ત્યાગમાં જ સાચું સુખ અનુભવે છે.
અહે! જેઓ ઉદરી કરવાથી અને નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સદ્દધ્યાન રૂપ તપ કરે છે તે મુમુક્ષુઓને ધન્ય છે ! તેઓ ગુણી છે, વદનીય છે, અને વિદ્યાનોમાં મુખ્ય છે કે જેઓ નિરતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિવિકલ્પ દશા રૂપ નિર્જન પ્રદેશ સેવે છે. જ્ઞાન ધ્યાનમાં વિન રૂપ ન - હેય એવું નિર્જન સ્થાન તેને પુરૂષો અમૃત કહે છે. બાકી બીજી અમૃત માટેની વાત મનેતિ કવિઓની કલ્પના જ લાગે છે.
, અહો ! તે મહાત્માઓને ધન્ય છે કે જેઓ ભયરામાં, ગુફાએમાં, સમુદ્ર યા સરિતાને કિનારે, શમશાનમાં, વનમાં, અને તેવાજ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે.
આવા શાંત પ્રદેશના અભાવે રોગીઓને મનુષ્યોને સમાગમથાય છે, તેમને જેવા વડે અને વચનથી બોલાવવાવડે મનનું હલન ચલન