________________
પ્રસ્તાવના.'
આ ગ્રથનુ નામ નીતિ વિચાર રત્નમાલા રાખવામાં આવ્યું છે. નામ પ્રમાણે તેમાં કાંઈક ગુણે પણ છે. વિવિધ પ્રકારની નીતિ વચનો અને વિચાર રૂપિ રત્નો તેમાં આવેલાં છે. આ ગ્રથ કાંઈ સ્વતંત્ર લખાયેલ નથી પણ તેમાં આવેલા વિચાર સંગ્રહ કરાયેલા છે. મારામાં એક પ્રકારની એવી ટેવ છે કે કોઈ પણ પુસ્તક વાંચતાં કાઈ ઉપયોગી બાબત આવે, પછી તે વર્તનમાં મુકવા યોગ્ય, કે સમજવા લાયક હય, તે તે ઉપગી બાબતે ઉપર નીશાની કરતે જઉ અને વાંચી રહ્યા બાદ જે વિચારે અમે ગમ્યા હોય તેવાં વાક્યને સંગ્રહ, પણ કરી લઉં છું. વખતે મને કઈ કઈ શાંતિના વખતે ઉત્તમ વિચારે કર્યા હોય તે પણ લખી લઉ છું તથા કાઈ કાઈ પ્રસંગે ઉત્તમ વિચારવાળા જ્ઞાની પુરુષોની પાસે બેઠા છે અને તેમની સાથે થતા નિશ્ચયો, તેનો સાર પણ નોટમાં ઉતારી લઉછું તે પ્રમાણે થેલે વાકોને સંગ્રહ તે આ નીતિ વિચાર રત્નમાલા છે.
જે અવસરે કોઈ વ્યવહારની ઉપાધિથી મન અવ્યવસ્થીત થઇ ગયું હોય કે માનસિક આધિપીડા કરતી હોય તે પ્રસગે આ બુકમાં લખેલાં વાક્યોમાંથી પોતાની માસીક વ્યાધિને લાગુ પડે. તેવાં કે પણ વાયરૂપ દવાને શોધી કહાડી તે દર્દ ઉપર આ વાતનું વારવાર મનન કરવાપ દવા લાગુ પાડવામાં આવે તો જરૂર થોડા જ વખતમાં તે માનસિક ઉપાધિરૂપ વ્યાધિ શાંત થયા સિવાય રહેતી નથી. આ વાતની મને ખાત્રી થવાથીજ આ વિચારોને વ્યવહારમાં રત્નની ઉપમા આપી છે જુઓ રત્ન સાથે આ વાકયોની ઉપમા ઘટી શકે તેવી નથી કારણકે રત્ન પાસે હોવા છતાં મનની ઉપાધિ શાંત થતી નથી ત્યારે આ વિચાર રનથી તે વિચારવાનને શાંતિ મળે છે. છતાં વ્યવહારમાં રત્ન ઉત્તમ ગણાય છે. તેથી તેવા પ્રકારનું નામ આ વાયાને આપેલ છે. ઉત્તમ વાકપર વિચાર કરનારા અને તે પ્રમાણે વર્તન કરનારાઓ અથવી.