________________
४
જીવન આશય વિનાનું અને નરૂઘમી હાય છે, તેમના જેવા દુ:ખા મનુષ્યા ભાગ્યેજ મળી આવશે.
૨૧ આળસ સર્વને એક સરખી રીતે પતિત કરનાર દુર્ગુણ છે, આળસે કદી પણ દુનિયામાં નિશાન તોડીને નામના મેળવી નથી. લોઢું જેમ કાટથી ખવાય છે . તેમ શરીર આળસથી ખવાય છે. આળસ મેાજો છે. આળસ એક ઉપદ્રવ છે. કામના ધસારા કરતાં આળસના ધસારાથી, જીદગી, જલદીથી ધસાઇ જાય છે.
૨૨ જેમાં ઉત્સાહની વૃદ્ધિ કરનારા તથાચિંતાથી મુક્ત રાખવાને ગુણ રહેલા હાય, તેવા કામ ધંધામાં કે પ્રવૃત્તિમાં નિયમિત રીતે મચ્યા રહી જીવન પુરૂં કરવું, એજ વનની ઉચ્ચ દશા છે. આવું જીવ ભાગવનારા વિરલા હાય છે.
૨૩ ધીર પ્રકૃતિવાલા પુરૂષા જ્યારે માથે આફત આવી પડે છે ત્યારે, ખરા મર્દની માફક બાહાદુરીથી તેની સાથે બાથ ભીડવાતૈયાર થઇ જાય છે. તેમ કરવાથી તેમનામાં આત્મ અવભનના ગુણ જાગૃત થાય છે તથા તેમની શ્રમ કરવાની તથા સહન કરવાની શક્તિ સજીવન થાય છે.
૨૪ આપણે આપણી વૃત્તિએ શુદ્ધ અને પવિત્ર રાખીએ, જુદી જુદી બાબતામાં અન્યનું હિત ધરાવતાં શીખીએ, અને ઉદ્યોગમાં મચ્યા રહેવાની ટેવ પાડીએ, તે જીવનને અંગે જે નિરાશા તથા ઉદ્દેગ રહેલા છે, તેનું પણ નિવારણ કરી શકીએ.
૨૫ આફતમાં આવી પડેલા માણસેાને પેાતાનાથી વધારે સંક્ટ ભાગવનારા માણસાની સ્થીતિને વિચાર કરતાં દિલાસા મળે છે, અને તેમને પોતાના દુ.ખના વિસારેા પડે છે. આવી ટેવ ઘણી ઉપયાગી છે.