________________
૮ સુખ દુઃખનો આધાર મનની સ્થીતિ ઉપર રહેલું છે, બાહરના સંયોગને આપણું મનની રૂચીને અનુકુલ બનાવવાની કોશીશ કરવા કરતાં, આપણું મનને બાહ્ય સ્થીતિને અનુકુળ બનાવવાને અભ્યાસ પાડે, એ સુખ પ્રાપ્તિનું રહસ્ય છે.
૯ સુખ દુઃખનું કારણ મન નથી પણ પદાર્થો છે એમ જેઓ માને છે, તેમાં સ્પર્ધાનું જોર વધારે હોય છે. તેઓ શાસ્ત્રીયશોધખોળને આધારે મજશેખના સાધનમાં વધારે કરતા રહે છે, અને દુઃખના પ્રસંગોમાં ઘટાડો કરતા રહે છે. આવા સંયોગમાં રહેલા લેકે સુખ પ્રાપ્તિને માટે મન અને સ્વભાવને અમુક પ્રકારનું વળણ આપવાને બદલે બાહ્ય સ્થીતિમાં સુધારો કરવાને પ્રત્યન કરે છે, પણ એ તેમની ભૂલનું ભયંકર પરિણામ એકીવખતે અત્યારની જાદવાસ્થલીરૂપે પ્રગટ થાય છે.
૧૦ લાખો રૂપિયાની આવકવાળી જાગીર મળતાં જે સુખ થાય છે, તેના કરતાં વસ્તુ સ્થીતિની ઉજળી તથા સુખકર બાજુ જોવાની ટેવથી વધારે સુખ મળે છે. જે મનુ દરેક વસ્તુમાંથી સારૂજ જુવે છે, તેમને માથે ગમે તેવી આફત આવી પડે છતાં તેમને સુખશાંતિ કે દિલાસો મળ્યા વિના રહેતો નથી. આનંદિ–હસમુખો સ્વભાવ, તથા હરકેઈ બાબતની ઉજળી તથા આશાભરી બાજુ તરફ જોવાની ટેવ, એ જીંદગીના ઉપભોગનું મોટું સાધન છે.
૧૧ શરીર તથા મન બને નિરામય હોવાં એ સુખની ઉચ્ચ અવસ્થા મનાય છે, પણ મનની નિરામયતાને આધાર ઘણે ખરે શરીરની નિરામયતા ઉપર રહેલે છે.
૧૨ જે રીવાજે પ્રજાની સુખાકારીને લાભકારી હોય, અથવા