________________
उअनमः નીતિવિચાર રત્નમાળા.
પ્રથમમાળા. નં. ૧.
૧ ખાનપાનમાં વિવેક રાખવાથી જન્મને નબળો બાંધો પણ સુધારી શકાય છે, આવરદાની દેરી લંબાવાય છે. અને રોગની ઉત્પતિની સંખ્યામાં ઘટાડે કરી શકાય છે.
- ૨ કેળવણીના અભ્યાસની મદદથી માનસિક શક્તિને તીવ્ર અને વિકાશીત કરી શકાય છે.
૩ સંકટ અને દુઃખનાં પ્રત્યક્ષ કારણે આપણું કર્તવ્યોજ છે.
૪ આપણું ચારિત્ર સુધારવા તથા કેળવવા, અને ઉત્તમ પ્રકારનો સ્વભાવ બનાવવામાં, તથા આપણું જીવન સુખી કરવામાં, આપણી મનોવૃત્તિઓ ઘણે ભાગે કારણભૂત છે.
૫ ઈચ્છાનું સ્વરૂપ ચારે તરફથી જુદા જુદા લેહચુંબકથી વીટાચેલા લોઢાના કકડા સમાન છે, અને તેથી તે બળવાન સત્તા તરફ ખેચાય છે. ઈછાની સ્થીતિ પવનચક્કીના જેવી છે તેને પોતાની માહીતિ હેતી નથી. અર્થાત ઈચ્છા વખતે આત્મભાન હેતું નથી.
૬ પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મના આજુબાજુના સંગે એ બન્નેને લઈને અત્યારની આપણું સ્થીતિનું સ્વરૂપ બનેલું હોય છે.
૭ સારા કે નઠારા મનોરથો ઈચ્છા ઉપર ભારે અસર કરે છે, - તેમ ઈચ્છા પણ તેના ઉપર અસર કરવાની શક્તિ ધરાવે છે.