________________
વિપત્તિના પ્રસગમાં આવાં સુંદર વાક્યોથી દીલાસે મેળવનારાઓ તેવા વિષમ પ્રસગમાં પણ અડગ રહી વિપત્તિને પાર પામેલા છે, તેવા અનેક સુંદરવાવાળો આ લઘુગ્રંથ છે. મારા જેવા બીજા અનેક મનુષ્યને આવાં સુંદર વાક્યોને લાભ મળે અને તેમના દુઃખી જીવનને દિલાસો મળે, તેમના હૃદયને શાંતિ મળે આ ઈરાદાથી તે વાક્યના જુદા જુદો સંગ્રહ એક કરી પ્રજાની સમટા મુકવામાં આવ્યો છે. તેમાં નીતિનાં અનેક વાર્યો છે. કર્તવ્યમાં પ્રેરણ કરનાર વિવિધ પ્રકારનાં વચન છે. આત્મ જાગૃતિ આપનાર વચનામૃતોને પણું સંગ્રહ છે કોઈ પણ ધર્મ-- પાળનારને છેડે પણ વિરોધ ન આવે તેવાં વાક્યોનો સંગ્રહ છે. આમાં મતપથના આગ્રહની વાતજ નથી પણ સામાન્ય રીતે સર્વને લાગુ પડે, શાંતિ આપે, કર્તવ્ય તરફ પ્રેરે, આત્મ સ્વરૂપની જાગૃતિ આપે, સમ-- ભાવમાં વધારો કરે તેવાં વાક્યો આવેલાં છે,
આ વાક્યો એકવાર વાંચી લઈ જે જે પોતાને લાગુ પડે તેવાં (ાય તે તે વાપર નિશાની કરી, સવારમાં તે વાક્ય વાંચી તેના ઉપર મનન કરવાની ટેવ રાખવામાં આવશે તે સારો ફાયદો થવા સંભવ છે. અથવા પોતાને ઉપગી વાક્યને પાઠ દિવસમાં એકવાર વિચારપૂર્વક કરવાથી લાંબે વખતે તેના દાહ સંસ્કારો પડવા સાથે મનમાં સા. સુધારે થવા સંભવ છે. એક એક શીખામણ માટે લાખ લાખ રૂપિયાની કીમત માણસોએ આપેલી છે તેવી વાતે શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે. અને તેવા વિષમ પ્રસગે તે શિખામણોએ મહાન ફાયદા કરેલા અને જીવન બચાવવા સુધીના ઉપકાર કરેલા છે તેવાં વાક્યોને સમુહ મનુને ઉપયોગી થાય તેમાં જરાપણ નવાઈને આશ્ચર્ય જેવું નથી.
આ પુસ્તકમાં એક હજાર વાક્યોથી પણ વધારે વાહનો સંગ્રહ થયેલ છે તે વાંચીને વાંચનાર અને લખનાર બન્નેને શાંતિ પ્રાપ્ત થાઓ.
લ, પ. કેશરવિજયજી ગણિ, સંવત ૧૭૩ માગશર સુદ ૧૧