________________
'પ્રકરણ ૧૮ મું. * કીરિક અને વિહંગમ માર્ગ. क्रमतोऽक्रमतोयाति, कीटिका शुकवत्फलं,
'नगस्थं स्वस्थितं ना शुद्धचिद्रूपं चिंतनं ॥ १ ॥ ‘પહાડ કે વૃક્ષ ઉપર રહેલા ફળ પાસે જેમ કીડી અને પોપટ ક્રમે અને અમે જાય છે તેમ પુરૂષ પોતાની અંદર રહેલ શુદ્ધ ચિયુના ચિંતન પ્રત્યે ક્રમે અને અક્રમે પહોંચે છે. ૧.” ,
પહાડ ઉપર રહેલા વૃક્ષ ઉપર કે જમીન ઉપર રહેલા વૃક્ષ ઉપર પાકેલું ફળ છે તે ખાવા માટે કીડની અને પિોપટની ઈચ્છા થઈ છે. તેમાં કીડી ધીમે ધીમે એક પછી એક પગ મૂકતી તે ફળ પાસે લાંબે વખતે પહોંચે છે, ત્યારે પિપટ પિતાની પાવતી ઉડીને એકદમ ઘણું થડા વખતમાં તે ફળ પાસે પહોંચીને તેનો આસ્વાદ લે છે. આ દષ્ટાંતે મનુષ્ય પેતાની અંદર રહેલા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે કીડીની માફક ધીમે ધીમે પહેચે છે, ત્યારે પોપટના જેવા વિશુદ્ધિ રૂપ પાંખના બળ વડે કોઈ પણ જાતનો ક્રમવાળા માર્ગ લીધા સિવાય આકાશી માગે તે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવ મેળવે છે. , કીડીની માફક અનુક્રમે ધીમી ગતિએ ચાલનારાને માર્ગ તે કોટિક માર્ગ કહેવાય છે અને કઈ પણ જાતના ક્રમ સિવાય શુદ્ધ આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરનારાઓનો માર્ગ તે વિહગમ માર્ગ છે.
કઈ પણ શહેર કે ગામમાં પહોંચવાના અનેક માર્ગો હોય છે. કઈ નજીક હોય છે, કોઈ દૂરને હોય છે, કેઈ સુગમ માર્ગ હોય છે, કઈ કાંટા કાંકરાદિને લીધે કઠણ માર્ગ હોય છે. કેઈ ચાલનાર