________________
-મક્ષના નજીકનો માર્ગ છે. અને વિવિધ પ્રકારની ક્રિયાવાળા શુભ માર્ગમાં પ્રવૃત્તિ કરવી તે દૂરનો લાંબો માર્ગ છે. કેમકે આત્માની વિશુદ્ધિનો અને શુભ પ્રવૃત્તિને એ બે માર્ગ એક સરખા ફળદાયક હોઈ શકે નહિ. વિશુદ્ધિ કર્મની નિર્જરા કરે છે ત્યારે શુભ પ્રવૃતિ શુભ કર્મને બંધન કરે છે. વિશુદ્ધિથી આત્મા નિર્મળ બને છે ત્યારે શુભ પ્રવૃત્તિથી શુભ કર્મને વધારે થાય છે.
આમ સામાન્ય રીતે માર્ગ અને માર્ગમાં ચાલનારા સંબંધી વિચાર કર્યા પછી આમાં કટિકા માર્ગ કોને કહેવા અને વિદુગમ માર્ગકોને કહેવે તેને વિચાર કરવામાં આવે છે.
સદ્દગુરૂને સમાગમમેળવી, તેમની પાસેથી ધર્મ સાંભળી, જડચૈતન્યની ભિન્નતાનું જ્ઞાન ગ્રહણ કરી, શાસ્ત્રોને અભ્યાસ કરી, બાર ત્રને ગ્રહણ કરી, વિવિધ પ્રરની તપશ્ચર્યા કરી, સત્પાત્રામાં દાન આપી, દેવની પૂજા કરી તીર્થયાત્રાઓ કરી, ગુરૂની સેવા કરી સ્વામી ભા
ઓને ઉદ્ધાર કરી સાન ક્ષેત્રમાં ધન ખરચી, શ્રાવકની અગીયાર પડિમાઓ વહન કરી, નમસ્કાર મહામંત્રનું આરાધના કરી, પાંચ મહાવ્રતો લઈ ઘોર ૫રાહ અને ઉપસર્ગો સહન કરી, સૂત્રસિદ્ધતિ ભણી, બાલ, લાન, તપસ્વી,
સ્થવિર અને જ્ઞાનીની વૈયાવચ્ચ કરી, જ્ઞાન નાદિમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરવી તે કટિકાની ગતિનો ધીમે અને લાંબો માર્ગ છે. આમાં પણ અપેક્ષાઓ છે. ગૃહના માર્ગ કરતાં ત્યાગીઓને માર્ગ ઘણે ઝડપથી આગળ વધી શકાય તેવો છે. એટલે ગૃહસ્થ ધર્મ તે કટિકાની ગતિ વાળે માર્ગ છે અને ત્યાગીઓને માર્ગ વિહગમ માર્ગ જે છે, એ મ અપેક્ષાએ કહી શકાયબાકી વિહગમગતિનો આકાશી માર્ગ તો આથી જુદે જ છે. આ બન્ને માર્ગમાં કમ છે. એક પછી એક ડગલે આગળ વધવાનું છે, છતાં ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગ ધર્મ ઉતાવળે ચાલનારે છે.