________________
વિશ્વમાં જે જે સારામાં સારી વસ્તુઓ દેખાય છે તે તે પુન્ય પ્રકૃતિનું કારણ છે. પુન્યથી તે વસ્તુ મળે છે. જેઓ તે તે વસ્તુને, અધિકારને અને સ્થિતિને પામ્યા છે તે તે સર્વ જી પિતાની કરેલી સારી કમાણીનો જ અનુભવ કરે છે. અને વિશ્વમાં જે જે દુઃખી છે છે, નિર્ધન છે, વહાલાના વિયેગી છે, ઊગી છે, મૂર્ખ છે, તિરસ્કારને પાત્ર છે, દાસપણું કરનારા છે, અને પિતાને નિર્વાહ દુખે કરી શકે છે તે સર્વ પિતાનાં પૂર્વના હલકાં કર્તવ્યને બદલે અનુભવે છે. આત્મા ધારે તો આ વિશ્વને પૂજનીક બની શકે તેમ છે અને ખરાબ રસ્તે આત્માને દરવે તો ચિંશ્વનો દસ પણ થઈ શકે છે. બન્ને બાજી આત્માના ઘરની અને હાથની છે. આ સુખ દુખ સિવાયની ત્રીજી સ્થિતિ આત્મજાગૃતિની છે. પ્રથમની પુન્ય પાપની સ્થિતિમાં આત્મજાગૃતિ ભુલાયેલી હોય છે. આત્મજાગૃતિ પૂર્વક આ વિશ્વમાં વર્તન કરવામાં આવેતો, વિશ્વમાં એ કોઈ પણ મેહક કે કેષવાળા પદાર્થ નથી કે તેને પરાણે વળગી પડે અને કર્મ બંધન કરાવે. . . ખરી રીતે નિમિત્ત કારણો આત્માની નબળાઇને જ લાભ લે છે. જે આત્મા બળવાન અને પૂરી જાગૃતિવાળા હોયતો કે પદાર્થ તેને પરાણે રાગદેપ કે કર્મ વળગાડવાને સમર્થ નથી. જ્યારે આ જીવ આત્મભાન ભૂલી પદાર્થો તરફ રાગ દ્વેષવાળી લાગણીથી પરિણમે છે, જવે છે, ત્યારે જ તે પદાર્થો તેના તરફ આકર્ષાય છે, અથવા પિતે તેમાં આશક્ત બની તેને પિતાના કરવા પ્રયત્ન કરતાં તેમાં ફસાઈ પડે છે. માટેજ ઉપર કહેવામાં આવ્યું છે કે, આત્માને જ્ઞાતા દા સ્વભાવ છે, છતાં જે સરાગ દૃષ્ટિએ તે જ્ઞાતા, સેય પદાર્થ તરફ પરિણમે તો દુઃખદાઈ કર્મ બંધન પામે છે અને વિરાગ દષ્ટિએ પરિણમતી વસ્તુને નિશ્ચય કરી તેમાંથી વિરક્ત બને છે તો સુખી થાય છે.