________________
૭૭
આવાં આવાં સેંકડો દષ્ટાંતો સારાં નિમિત્તોથી આત્મબળ જાગૃત. થવાનાં અને ખરાબ નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાનાં શાસ્ત્રોમાંથી મળી આવે છે. તેમજ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ. માટે નિર્જન સ્થાનની આત્મધ્યાન કરનારને બહુ જરૂર છે. એ વાત નિર્વિવાદ છે.
સદબુદ્ધિ, સમભાવ, તસ્વાર્થનું ગ્રહણ, મનવચન કાયાને નિધિ, વિધી નિમિત્તોને અભાવ. સારાં નિમિત્તેની હૈયાતિ, રાગદ્વેષાદિનો ત્યાગ અને આત્મજાગૃતિ એ સર્વ આત્માની વિશુદ્ધિની જેમ પ્રબળ નિમિત્તે કારણે છે, તેમ ધ્યાન માટે નિર્જનસ્થાન એ પણ એક ઉત્તમ નિમિત્ત કારણ છે.
ચદને દેખીને જેમ સમુદ્રમાં વેળાવૃદ્ધિ પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણુનો વધારે થાય છે, મેહથી જેમ કર્મમાં વધારે થાય છે, અનિયમિત ભજન કરનારમાં રેગ વધે છે, અને ઈન્ડિયાના વિપમાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખનો વધારે થાય છે, તેમ મનુષ્યના સંસર્ગથી વિકલ્પોને, આશ્રવવાળાં વચનનો તથા પ્રવૃત્તિનો વધારે થાય છે. લાકડાંથી જેમ અગ્નિ વધે છે, તાપથી તૃષા અને ઉકળાટ-ધામ વધે છે, રેગથી પીડા વધે છે તેમ મનુષ્યોની સોબતથી વિચાર અને ચિંતા વધે છે.
બાહ્ય તપ કરતાં પણ સ્ત્રી, પશુ, પુશકાદિ રહિત શયન અને આસન હોવાં તે માટે તપ છે, કેમકે તેથી રાગદ્વેષાદિને ઘટાડે. થાય છે અને ગુણેમાં વધારે થાય છે. અજ્ઞાન મનુષ્યની સેબત એ જ્ઞાનને નાશ કરનારી મહાન મૂચ્છ છે, ક્રોધમાંનાદિ પ્રગટ થવાનાં બળવાન નિમિત્તો છે, અને ચિંતાનાં કારણે ઉત્પન્ન કરાવનાર, સાધકે છે.