________________
થાય તે હેય છે. અને તેટલા માટે પણ નિર્જન સ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયોગી છે.
પિતાના કાર્યની સિદ્ધિ માટે શત્રુજ્ય પર્વતની ગુફામાં શુકરાજા છ મહીના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન સ્થાનમાં રહ્યા હતા. તેમનાથ પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ મહાવીર દેવ પણ આત્મધ્યાન માટે શુન્યઘરે, સ્મશાને, પહાડે, ગુફાઓ અને નિર્જન પ્રદેશવાળા વનાદિમાં રહ્યા હતા, મહાત્મા અનાથીમુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ક્ષત્રીયમુનિ અને ગર્દભાલી મુનિ પણ વનના શાંતપ્રદેશમાં - થાનસ્થ રહ્યા હતા. આ શાંતપ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાજવિએ શ્રેણિક રાજાના મુમુખ અને દુર્મુખ નામના દૂતોના મુખથી પિતાની પ્રશંસા અને નિદાનાં વચન સાંભળીને રૌદ્રધ્યાને સાતમી નરકનાં દલીયાં એકઠાં કર્યાં હતાં. એમના ધ્યાનની ધારા ધર્મ -અને શુકલધ્યાનને બદલે આર્ત અને રૌદ્રધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. છેવટે પાછી અન્ય નિમિત્તના યોગે ધ્યાનની ધારા બદલાણી ત્યારે જ કેવળ પદ પામ્યા હતા.
ગીરનારની ગુફામાં ધ્યાન કરતા રહેમીમુનિની ધ્યાનની ધારા પણ રામતીના નિમિત્તથી બદલાણી હતી, પરંતુ રામતીની આત્મજાગૃતિએ પાછા તેને ધ્યાનમાં સ્થિર કર્યા હતા.
ચૌદપૂર્વધર મહાત્મા નંદીષેણની ધર્મધ્યાનની ધારા વેશ્યાના નિમિત્તે બદલાયું હતી. મહાત્મા દસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘરની ભીંતેવાળે પાછલે તપેલે માર્ગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ ગઈ હતી.