________________
૭૩
પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્ત્રીઓથી, ઈન્દ્રિયોના વિષયોથી, કલ્પવૃક્ષે અને કામધેનુ આદિથી પણ કોઈ કદાપિ કૃતાર્થ થયો નથી અને થશે પણ નહિં. - સર્વસ્વ ત્યાગી, ઈચ્છા રહિત, સામ્ય આરૂઢ, તત્વજ્ઞ, વિવેકી અને પિતાના સ્વરૂપમાં આસક્ત થયેલ આત્મા પિતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે.
પ્રકરણ ૧૬ મુ.
નિર્જન સ્થાન निर्जन सुखदं स्थान, ध्यानाध्ययन साधनं । रागद्वेष विमोहानां, शांतनं सेवते सुधीः ॥१॥
બુદ્ધિમાન સુખદાયી નિર્જન સ્થાનને સેવે છે, તે ધ્યાનમાં અને ભણવામાં સાધન રૂપ છે તથા રાગદેવ અને મેહને શાંત કરનાર છે.”
જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મ શાસ્ત્રોને અભ્યાસ કરવાનો છે તથા ધ્યાન કરવાનું છે, તેને મનુષ્યાદિના સંસર્ગ વિનાનું સ્થાન ઘણું ઉપયોગી છે. સંસાર પરિભ્રમણ કરવાથી જેઓ થાક્યા છે, કંટાળ્યા છે, આત્માનું ભાન ગુરૂ કૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ તથા સ્થિર કરવાનાં સાધને જાણી લીધાં છે, અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસકદિ વિનાનું સ્થાન મુખદાઈ છે.
મનુબે ઉપરથી બધી વસ્તુને ત્યાગ કર્યો હોય છે, બ્રહ્મચર્ય પાળવાનો નથા ક્રોધાદિ ન કરવાનો નિયમ લીધે હોય છે, છતાં