________________
તેટલે વખત કે શ્વાસે શ્વાશ લ્યો તેટલે વખત પણ તે સ્મરણ ભૂલેટ નહિ. ત્યાર પછી તે અખંડ સ્મરણ થાય છે. વગર જ તે તરફ ઉપગ રાખો એટલે જપાયા કરે છે. આનું નામ પદસ્થધ્યાન છે. આ પદસ્થધ્યાન આવ્યા પછી જ રૂપસ્થ ધ્યાનની શરૂયાત થાય છે. એ પદસ્થ ધ્યાનને છેડેજ રૂપ પ્રગટે છે, આત્મ સ્વરૂપ દેખાય છે, અને પછી તે રૂપનું ધ્યાન કરાય છે તે રૂપસ્થનું ધ્યાન કહેવાય છે. અને આ રૂપસ્થ ધ્યાન તેજ રૂપતિત ધ્યાનનું કારણ છે. માટે ભોજન કરતાં, પાણી પીતાં, સુતાં, બેસતાં, ઉઠનાં, હાલતાં, ચાલતાં હું શુદ્ધ આત્મા છું આ વાતને ભૂલે નહિં. - ' '
તપ કરતાં, મૌનપણું ધારણ કરતાં ત્રો પાલતાં, આગમ ભણતાં, પ્રભુને નમસ્કાર કરતાં, મદિર જતાં, ગાયન કરતાં, પૂજન કરતાં, યાત્રા કરતાં, અભિષેક કરતાં કાઈના સમાગમમાં આવતાં. અને વાહન પર બેસીને જતાં પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાન. યુશે નહિં.
, ભણતાં, ભણવતાં, સેવા કરતાં, દાનાદિ દેતાં, પોપકાર કરતાં. યમ નિયમ પાળતાં. સંયમ ધારણ કરતાં, પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાનને ભૂલશે નહિં. તેથી જ મોક્ષ પમાય છે. , .
આત્મજાગૃતિ વિનાની ક્રિયા કરતાં સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે, અને હું આત્મા છું એ જાગૃતિવાળે આત્મા કર્મની નિર્જરા કરી આત્માને ઉજ્વળ બનાવે છે. તે સિવાયની ધાર્મિક ક્રિયાથી પુન્ય બંધાય છે. , . . - - -: . . . | મુમુક્ષુઓ! વૈરાગ્યમાં વૃદ્ધિ કરે, સર્વ સંગનો ત્યાગ કરે, તત્ત્વજ્ઞ. ગુરૂને આશ્રય સંયમ સ્વીકારે, સર્વ શાસ્ત્રો-સિદ્ધાંતને અભ્યાસ