________________
વાસના. કન્યાદિ આડાં આવી ઉભા રહે છે. તે વખતે જે આ જીવ પામર, રાંક, હતાશ, નિરાશ, અને ઉત્સાહ રહિત થઈને “હું શુદ્ધ આત્મા છું' એ સ્મરણ મુકી દે તે વિમો મજબુત થઈને તેના ઉપર ચડી બેસે છે. તે વખતે જીવ એમ વિચારે છે કે આજે નહિ પણ કાલે સ્મરણ કરીશ, મહીના પછી કરીશ, કે આ કાર્ય પુરૂ થયા પછી કરીશ ને જરૂર સમજવું કે તે ધીર પુરુષ નથી, પણ કાયર છે. ધીમે ધીમે તેની કાયરતામાં વધારો થશે અને એક વખત એ આવશે કે તેની આ સુંદર પ્રવૃત્તિ છૂટી જશે. આવા વખતે પૂર્વના મહાન પુરુષોનાં જીવને યાદ કરી, તેઓના અખંડ પુરૂષાર્થને દષ્ટિમાં રાખી, ગમદેવ જેવાના છ છ મહીનાના ઉપસર્ગમાં પણ નિશાળ અને અંડાલ રહેલા પ્રભુ મહાવીર જેવા વીર પુ તરફ લશ રાખીને ઉથ આવેલાં કર્મોથી પરાભવ ન પામતાં વિદને હટાવી દેવાથી તેના પુરુષાર્થમાં, ઉત્સાહમાં અને જીવનમાં કોઈ અપૂર્વ શક્તિ પ્રગટ થશે. આ બળ અને તેવાં બળને મેળવશે. આ ઉત્સાહ તેથી મહાન ઉત્સાહને પ્રગટ કરશે, માટે તેવા વિનના પ્રસંગે પુરજોશથી બળ વાપરવું અને આત્મભાન અને આત્મ સ્મરણ ચુકવું નહિ.
આવાં વિને આપણને શુદ્ધ કરવા માટે આવે છે. આપણી અંદર છુપાયેલી–સુતી પડેલી શક્તિને બહાર લાવવા માટે આવે છે. વિબની સામે બળ વાપરવાથી સત્તામાં રહેલી વિશેષ શકિત બહાર આવે છે. જેમ વિન માટે તેમ તેને તવા પુરૂષાર્થ વધારે કરવો પડે છે અને જેમ પુરૂષાર્થ કરાય છે તેમ સત્તામાં રહેલી શક્તિ આહાર આવે છે. અને તેટલો જ આત્મા શુદ્ધ થાય છે તથા આગળ વધે છે. માટે વિનિથી નિરૂત્સાહી ન થતાં તે વખતે બમણા જોરથી પુરૂષાર્થ કરે.