________________
પ્રકરણ ૧૫ મું.
પચિંતનને ત્યાગ. कारणं कर्मबंधस्य, परद्रव्यस्यचिंतनं । स्वव्यस्य विशुद्धस्य, तन्मोक्षस्यैव केवल । १
પરદત્યનું ચિંતન કરવું તેજ કર્મબંધ થવાનું કારણ છે અને પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મેક્ષનું જ કારણ છે. ”
સજીવ અને નિર્જીવ બને પદાર્થોથી આ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંતજીવ દૂબે છે. અજીવ પદાર્થમાં જીવદવ્ય કરતાં અનંતગુણ જડ દ્રવ્યો છે. અનંતજીવદવ્યમાથી પોતાના આત્માને જુદો કરીને તેનો વિચાર કરે, તેનું ચિંતન કરવું અને તેમાં જ સ્થિર થઈ રહેવું તેજ મેક્ષનું કારણ છે, તે સિવાય બાકી રહ્યાં તે સર્વ સજીવ અને નિજીવ દ્રવ્યો છે, તે પડ્યું છે તેનું ચિંતન કરવું, તેમાં શુભાશુભ ઉપગ દે, તેમાં તદાકારે પરિણમવું તે પરવ્યનું ચિંતન કરવાનું કહેવાય છે, તે કર્મબંધનું કારણ છે.
ચિતન બે પ્રકારે થાય છે. એક તેના સ્વરૂપનો વિચાર કરી, પરિણામે દુખ રૂપ જાણ તેનાથી પાછું હઠવા રૂપે હોય છે. બીજી ચિંતન રાગદેપની લાગણુથી થાય છે. અહી જે વાન કહેવામાં આવે છે તે રાગદેવની લાગણીઓ પેદા કરનાર ચિંતનના ત્યાગ માટે છે.
, જડ વસ્તુનું ચિંતન તેના આકક ગુણને લઈને થાય છે અને બીજું તેના સ્વભાવથી આત્માને સ્વભાવ જુદે છે, તેની સરખામણી અથવા નિશ્ચય કરવા માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા ગ્ય.