________________
પૂર
ન કરવા. પારકી આશાના ત્યાગ કરવા. વિયાને પાશ સમાન લેખવવા. કાઇ સ્તુતિ કરે તેા ખુશી ન થવું. કાઇ નિંદા કરે ક્રોધ ન કરવો. ધર્મ ગુરૂની સેવા કરવી. તત્ત્વ પ્રાપ્ત થાય તેની ઇચ્છ રાખવી. મનની પવિત્રતા વધારવી. આત્મ સ્થિરતા કરવી, છળપ્રપંચ ન કરવા. વૈરાગ્ય ધારણ કરવા. મનને નિગ્રહ કરવા. ભવમાં રહેલા દાષા જેવા. દેહાદિની વિકૃતિ–ચા વિરૂપતાને વિચાર કરવા. સર્વે જીવ સાથે મિત્રતા રાખવી. દુઃખી જીવા ઉપર કર્ણા કરવી. અનિત્યાદિ બાર ભાવનાને વિચાર કરવા. પરમાત્મા તરફ ભક્તિ, વધારવી. એકાંતવાસ સેવવા અથવા નિર્જન પ્રદેશમાં રહી આત્મ તુલના કરવી.. પ્રમાદના વિશ્વાશ ન કરવા. આગમને મુખ્ય કરીને વર્તન રાખવું. મનમાં વિકલ્પે આવવા ન દેવા. જ્ઞાની અને વયાવૃદ્ધ પુરૂષની નિશ્રાએ રહેવું. આત્માનું ધ્યાન કરવું. શ્વાસેાશ્વાસે પરમાત્માનું સ્મરણ કરવું આત્મતત્ત્વને સાક્ષાત્કાર કરવા અને આત્માના આનંદમાં લીન થવું આ સર્વ ઉપાયા મનની વિશુદ્ધિ વધારવા માટેના છે.
ઘણી વખત ખીન્ન થવાના દુર્ગુણી જોઇને તેની નિંદા કે વાતામાં આ જીવ એટલા બધા રસ લે છે કે વિના પ્રયાજને પેાતાની વિશુદ્ધિ ગુમાવીને મલીનતામાં વધારો કરે છે, પણ એવા જીવા વિચાર નથી. કરતા કે તેના ગુણ દોષાના જવાબદાર તે છે. તેના સારા કે ખોટા અા તેને મળશે. તમારા વિચારથી તેનું સારૂં કે ખુરૂં થવાનું નથી. માટે તે તરફ ઉપેક્ષા કરવી અને આત્મભાન જાગૃત રાખવું. માયામાં ખીજું શું હોઇ શકે ? માટે પેાતાની નિર્મળતાની ખાતર પારકી ચિંતાના ત્યાગ કરવા યેાગ્ય છે. વિશુદ્ધિ એજ અમૃત છે. તેજ પરમ ધર્મ છે. સુખની ખાણ છે. મેાક્ષના માર્ગ પણ તેજ છે, સિદ્ધાંતાનું આજ રહસ્ય છે.
.
*