________________
અર્થાત્ શુભ વિચાર કરવા આડે તેને ફરસદ નહિં મળે, તેથી અશુભ વિચારે કરવું મને સ્વભાવિકજ બંધ થશે. * *
“જેમ કે કાંટાને કાઢે છે તેમ શુભ વિચારો અશુભ વિચારેને હઠાવે છે. કાંટો કાઢવા માટે સેય કે શળ રૂપ બીજો કટે પગમાં નાખવો પડે છે, આ કાંટે પ્રથમ કાંટાને કાઢી નાખે છે, કેટ નીકળ્યા પછી તે બન્નેને દૂર કરવામાં આવે છે. તેમ મનની વિશુદ્ધિ માટે, મનને મેલ દૂર કરવા સારૂ, પરમાત્માના નામનો જાપ કરવા રૂપ કે તેમની વીતરાગ ભાવવાળી સજીવન મૂર્તિનું યા શુદ્ધ આત્મ‘ભાવને સૂચક પ્રતિમાજી પ્રમુખનું આલબન લેવામાં આવે છે. આ આલબનની મદદથી મનની વિશુદ્ધિ કરવામાં આવે છે. એલીનતા રૂપ કાટો આ આલંબનના કાંટાથી કાઢવામાં આવે છે, તે મલીનતા દુર થનાં આલઅન રૂપ કાંટાને પણ મુકી દેવામાં આવે છે.
આ આલબનમાં મન સર્વથા શાંત થતું નથી. જાપ કરવે કે આકૃતિ સામે જોવામાં મનને રોકવું પડે છે. આટલી પણ વિભાવ દશા છે. આટલી પણ મનની પ્રવૃત્તિ છે છતાં અશુભ વિચારમાં પ્રવર્તતા મન કરતાં આટલી મનની પ્રવૃત્તિ રહે છે તે ઉત્તમ છે. મનની ઘણી પ્રવૃત્તિબધ થયેલી છે. જેમ અત્રવા િમત્રના પદને બોલીને ધીમે ધીમે સાપ પ્રમુખના ઝેરને દૂર કરે છે, તેમ પરમાત્માના નામ
સ્મરણ રૂપ મંત્રના પદવડે મનની અશુદના રૂ૫ રને સાધકે ધીમે ધીમે દૂર કરે છે. ઝેર ઉતરી ગયા પછી મત્રના શબ્દો બોલવાની જરૂર નથી. શબ્દના બળથી ઝેરનાં પરમાણુ હઠી જાય છે. અથવા રૂપાંતરમાં બદલાઈ જાય છે. જેમ અંધકારના પરમાણુઓ પ્રકાશના પરમાણુના બળથી પ્રકાશના રૂપમાં બદલાઈ જાય છે તેમ મનની અશુદ્ધિવાળાં પરમાણુઓનું પરમાત્માના નામ સ્મરણ રૂપ પ્રકાશના