________________
ય
- રહેલા મળને દૂર કરવેશ જોઇએ, જેમ રાગી માણસને મળ શુદ્ધિ ર્યાં વિના શરીરની પુષ્ટિ કરનારૂં રસાયણ પણ કાંઈ ઉપયેાગી થતું નથી, તેમ મન શુદ્ધિ કર્યાં વિના આત્મજ્ઞાન ફાયદો આપતું નથી, રોગીને પ્રથમ વૈદ્ય લાકા જીલાખ આપી તેના કાઠા સાફ કરે છે પછી છા કે રસાયણુ જે આપે છે તે તેને ફ્ાયદાકારક થાય છે. તેમ જ્ઞાની ગુરૂએ રૂપ વૈદ્યો પ્રથમ મનને શુદ્ધ કરવા શુભ કાર્યમાં મનને અખંડ પ્રવૃત્તિ કરાવવા રૂપ જુલાબ આપી, અશુભ વિચારે અને વર્ષના બંધ કરાવે છે, તે પછી આત્માનુ ધ્યાન કરવા રૂપ રસાયણ આપે છે તે સિવાય કરાયેલી મહેનત આત્મ સ્વરૂપ પ્રગટ કરાવનારી થતી નથી.
જેમ પાણીના પ્રવાહને અટકાવવા આડી મજમુત પાળ આંધવા રૂપ બંધ નાખવામાં આવે છે તેથી પાણી રેકાઈ રહે છે, છતાં તે શકાયેલા પાણીને ખીજી ખાજુ વાળવાના પ્રયત્ન કરવામાં ન આવે તા તે પાણી પાળને તેાડી નાખશે. અથવા પાળ ઉપર થઇને ચાલ્યું 'જશે; તેમ મનથી કોઈ પણ અશુભ વિકલ્પ ન કરવા રૂપ નિશ્ચય કરવામાં આવે તેથી તે નિશ્ચયની પાળ આગળ અશુભ વિકલ્પેા અટકશે, છતાં તે મનને ખીજે રસ્તે જોડવામાં ન આવે તે છેવટે મન તેના સ્વભાવ પ્રમાણે પેાતાના નિશ્ચયને તેડી નાખશે. માટે મનને સારા વિચાર કરવા તરફ વાળવુ જોઇએ. સારા વિચારશ કે જાપ કરવા તરફ વળેલા મનના પ્રવાહ અશુભ માર્ગ તરફ વહન િ થાય અને અશુભ વિચારા ન કરવાના નિશ્ચયવાળે પાળા બંધ · મજમુત ખન્યા રહેશે. આ વિચાર પ્રમાણે મનને શુભ માર્ગમાં જોડવાથી અશુભ વિચારાતે અટકાવવાની જરૂર પણ રહેશે નહિં.