________________
૫૯
પ્રકરણ ૧૪ મું.
चित्तं निधाय चिद्रपे, कुर्याद्वागंगचोष्टेत । सुधीनिरंतरं कुंभे यथा पानीयहारिणी ॥१॥
જેમ પાણીયારી માથે પાણીનું બેડું હોય છતાં પિનાનું મ. પાણીના ભરેલા ઘો તરફ રાખીને પિતાની સખીઓની સાથે, વચનથી, બોલવાનું અને શરીરથી એટલે હાથદ્વારા તાળીઓ પાડવી, હસવું ઈત્યાદિ વિવિધ પ્રકારથી ચેષ્ટાઓ-પ્રવૃત્તિઓ કરે છે છતાં બેડાને પડવા દેતી નથી, તેવી રીતે આત્મ કલ્યાણના ઈચ્છક મનુષ્ય પોતાનું ચિત્ત આત્મા તરફ રાખીને વ્યવહારથી–ઉપરથી વચન અને શરીરની પ્રવૃત્તિ કરવી.” .
આયુષ્ય અલ્પ છે, વિદને અનેક છે. પૂર્વ કર્મને લઈને વ્યવહારની–ઉદર નિર્વાહની મુશ્કેલીઓ પણ હોય છે. રોગાદિકનો ઉપદ્રવ કે કુટુંબની ચિંતાઓ પણું નડે છે. આવી સ્થિતિમાં આવે આત્માનું
લ્યાણ કેવી રીતે કરવું ? સત્ય સમજાયા પછી વ્યવહારની પ્રવૃત્તિ કંટાળા ભરેલી કેટલાકને લાગે છે. અને આત્મા તરફ પ્રવૃત્તિ કરવામાં ચિત્ત ખેંચાયા કરે છે તે સાથે વ્યવહારની પ્રવૃત્તિમાંથી કે જવાબદારીમાંથી ફરજમાંથી છુટી શકાય તેવું પણ હેતું નથી, આવા મનુષ્યોએ આત્મ સ્મરણ માટે વ્યવહાર આડે વખત કેવી રીતે મેળવવા અને પોતાનું કલ્યાણ કેવિ રીતે કરવું ? પ્રથમ આ બાબત લક્ષમાં રાખીને જ્ઞાની પુરૂ તેવા છેવને ઉદ્દેશીને કહે છે કે, પાણહારી વાતો કરવા હસવા અને તાળીઓ પાડવાદિ ક્રિયા કરતાં જેમ પાણીના બેડામાંથી પિતાનું