________________
પ૭
અને રૂપાંતર પામી જાય છે, એટલે અશુદ્ધ કે અશુભ અવ્યવસાયમાંથી મનને પાછું હઠાવીને શુભ આલબનમાં જોડી દેવું ને શસ્યાનમાં ઘણું સારું છે.
ત્યાર પછી “હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું. નિરજન છું. નિરાકાર છું. જ્યોતિ સ્વરૂપ છું.” આવા કઈ પણ વિચારને મુખ્ય રાખીને મનની શુભ કલ્પના રૂપ જાપ કે પ્રતિમાજી આદિના આલબનને મૂકી દેવું, અને એ શુદ્ધતા, કર્મ અંજન રહિતતા, નિરાકારતા કે
જ્યોતિ સ્વરૂપતામાં એક રસ થઈ રહેવું. તેમાં રહેવાય તેટલીવાર રહેવું અને ન રહેવાય તે પાછું પ્રથમનું આલંબન પકડી લેવું. તેમાંથી પાછું નિવિકલ્પાદિના સ્વરૂપમાં આવવું. આમ થોડીવાર આલબન લેવું અને ડીવાર નિરાલંબન મનને રાખવું. આ પ્રમાણે કેટલાક લાંબા વખતના અભ્યાસ પછી મન આત્મામાં આવીને લીન થઈ જાય છે, આ વખતે વિશુદ્ધિ ઘણી થયેલી હોય છે અને જેમ જેમ આત્માના નિવિકલ્પ સ્વભાવમાં વધારે વખત રહેવાય છે તેમ તેમ વિશુદ્ધિ વધતી જાય છે.
કોઈની પણ નિંદા ન કરવી. પાપી મનુષ્યને જોઈને તેના કર્મની તેવીજ રચના છે એ વિચાર કર. અથવા તેના કર્મને જોખમદાર કે જવાબદાર તેજ છે, કરશે તે ભરશે, વાવશે તેવું લણશે, એમ વિચાર કરીને તેની નિંદા ન કરતાં ઉપેક્ષા કરવી. ગુણવાન મનુષ્યની સેવા કરવી, ગુણનુરાગ કરે. દરેક મનુષ્યમાંથી અને દરેક વસ્તુમાંથી ગુણુ જેવાની અને લેવાની ટેવ રાખવી, તત્વને નિશ્ચય કરે. લોકસંજ્ઞા (લેકે જેમ કરે તેમ કરવા રૂપ)નો ત્યાગ કરે. આત્મશ્રદ્ધા રાખવી, જચૈતન્યનો વિવેક કરવો. બાળક પાસેથી પણુ હિતકારી વચન ગ્રહણ કરવાં. દુર્જન મનુષ્યના ઉપર પણ દેવ