________________
૫૩
તે સિવાય ગુભવન હોવાથી પુચ બંધનું કારણ થાય છે. જ્યાં જ્યાં શુભ ઉપગ અને શુભ પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં વ્યવહાર ચારિત્ર છે અને તે પુન્ય બંધનું કારણ છે. પરંપરા એ મેક્ષનું કારણ થાય છે.
પિતાના શુદ્ધ આત્મામાં અત્યત નિશ્ચળ સ્થિતિ તે ઉત્તમ નિશ્ચય ચારિત્ર છે તેથી કર્મને ક્ષય થાય છે. દર્શન અને જ્ઞાન બળથી પોતાના શુદ્ધ ચિપમાં સ્થિતિ કરવી અને એ વિશુદ્ધિના બળ પર વ્યનું સ્મરણ ન થાય તેવી સ્વરૂપમાં લીનતા કરવી તે ઉત્તમ ચારિત્ર છે. આત્મદર્શન સ્થિર થયા પછી તેમાં એકરસતા થવી દુર્લભ નથી. આ એકરસતા તેજ નિવિકલ્પ સ્વરૂપસ્થ દશા છે.
આ વ્યવહાર રત્નત્રય સાધન રૂપ છે અને નિશ્ચય રત્નત્રય તે ‘સાધ્ય રૂપ છે. સત પુરુષોએ તેનું સેવન કરેલું છે. આ ચારિત્ર જગતને પૂજ્ય છે. વ્યવહાર ચારિત્ર જે શુભ ઉપયોગની પ્રવૃત્તિ રૂપે છે ને સ્વર્ગાદિસુખનું સાધન છે. શુદ્ધ ઉપગમાં સ્થિરતા રૂપ નિશ્ચય ચારિત્ર મેક્ષનું કારણ છે.
વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. આ રત્નત્રય વિના કઈને કઈ પણ કાળે પિતાના પરમશુદ્ધ ચિક્ષની પ્રાપ્તિ થતી -નથી, આ જ્ઞાનીઓને દઢ નિશ્ચય છે.