________________
૫
સમ્યક્ત પ્રાપ્તિની તૈયારી તેનામાં છે. અને જે વિપરીત નિમિત્ત મળી જાય તે આ શુદ્ધ પુગલને મિથ્યાત્વનાં મેલાં પગલો થતાં પણ વાર ન લાગે કેમકે મિથ્યાત્વનું બીજ તેનામાં કાયમ છે. આ સાત પ્રકૃતિઓ ઉપર બતાવી તે આત્મજાગૃતિના બળે સત્તામાં દબાવી હોય તેને ઉપશમ સમ્યક્ત્વ અથવા દર્શન કહે છે. જેમ નીચે અગ્નિ પડે થિ છતાં ઉપર રાખ વિગેરે કઈ પદાર્થ નાખવાથી અંદરમાં તે દબાચેલે રહે છે તેમ પરમાત્મ સ્મરણની અખંડ ધારા ચાલતી હોય તે વખતે આ સાતે પ્રકૃતિએ સત્તામાં દબાયેલી રહે છે. આત્મસ્મરણું ચાલતું હોવાથી આ પ્રસંગે તેને બહાર નીકળવાનું નિમિત્ત મળતું -નથી. આ પરમાત્મ સ્મરણ તે રાખની માફક તેને સત્તામાં દબાવી રાખે છે. આ વખતે ઉપશમનું બળ વધે છે. આત્માના ઝખો પ્રકાશ કે મધુર આનંદ તેને મળે છે. આવા ઉપશમનું બળ જે બહુજ વધારવામાં આવે તે પ્રસંગે તે સાતે પ્રકૃતિને ક્ષય થઈ, ઉપશમમાંથી અનુક્રમે લાયક ભાવ પણ પ્રગટે છે. માટે જ્યાં સુધી ક્ષય કરવાનું બળ ન પ્રગટે ત્યાં સુધી મનુષ્યએ ઉપશમનું બળ વધારતા રહેવું.
જેમ દબાયેલા અગ્નિમાંથી પણ બારિક વરાળ બહાર આવે છે અને અગ્નિ દબાયેલું રહે છે તેમ કઈક મિથ્યાત્વનાં મુદ્દગલે વેદાય અને કાંઈક દબાયેલા રહે. આ સ્થિતિને પશમની સ્થિતિ કહે છે. પરમાત્માનું સ્મરણ કરતાં અને આત્મજાગૃતિવાળા ઉપયોગમાં રહેવાની પ્રવૃત્તિ કરતાં એકાગ્રતા નહેવાથી વચમાં વિકલ્પ આવ્યા કરે અને કાંઈક સ્થિરતા હોય. આ સ્થિરતા તે પુદ્ગલેને દબાવી રાખે છે અને કાંઈક વિક્ષવાળી અસ્થિરતાને લીધે તે પુગલો બહાર આવે છે, અને ક્ષયોપશમ કહે છે. *