________________
પ્રકરણ ૧૩ મું. *
*
વિશુદ્ધિના સાધને. येनोपायन संक्लेश चिपाधातिवंगतः। विशुद्धिप्रति चिद्रूपे, स विधेयो मुमुक्षुणा ॥३॥
જે ઉપાય વડે આત્મામાંથી મલીનતા જલદી નાશ પામે. અને આત્મામાં વિશુદ્ધિ આવે તે ઉપાય મેક્ષના ઈચ્છક છએ. કરવો.” આત્મામાં રાગ દેશની લાગણીઓ છે તેજ મલીનતા છે. જેટલે અંશે આ મલીનતા ઓછી થાય છે તેટલે અંશે વિશુદ્ધિ પ્રગટ થાય છે.
મન બે પ્રકારનું છે. એક વ્ય મન બીજું ભાવ મન. પુદ્દગલનાં પરમાણુઓનું બનેલું મન તે દ્રવ્ય મન છે, જેમાંથી અનેક આકૃતિઓ બધાય છે અને આંતર્ દષ્ટિથી તે જોવામાં પણ આવે છે. અનેકપ્રકારના વિકલ્પ અને કલ્પનાઓ તે પણ દિવ્ય મન છે. ભાવ મન આત્માના ઘરનું છે. તે ઉપયોગ રૂપ છે. ઉપયોગ શુભ, શુદ્ધ, અશુભ અને અશુદ્ધ એમ અનેક પ્રકારે છે. શુદ્ધ ઉપયોગ જે કેવળ સહજ સ્વરૂપ નિવિકલ્પ રૂપ છે. વીતરાગ દશામાં સાકાર અને નિરાકાર રૂપ ઉપરોગ છે, જેમાં કમળને અભાવ છે તેવા શુદ્ધ ઉપયોગ સિવાયનો શુભ, અશુભ અને અશુદ્ધ ઉપગ છે તે મલીનતાવાળો છે,
આ ભાવ મન કે જે શુભાશુભ ઉપગ રૂપ છે, તેને આત્માની મલીનતાવાળી સ્થિતિ કહે તે પણ એકજ વાત છે, આ આત્માને અથવા આ ભાવ મનને શુદ્ધ કરવાની જરૂર છે, આત્માનું કલ્યાણ ઇચછનારાઓએ પ્રથમ આ મનને શેધવું જોઈએ. તેમાં_