________________
છે; નાશ પામનારી છે, દગો દેનારી છે, દુઃખી કરનારી છે, છતાં તે સંબંધમાં આંખ મીંચીને જે પ્રવૃત્તિ કરી રહ્યા છે અને જે વસ્તુ સાચી છે, કાયમ ટકી રહેનારી છે, સદા સાથે રહેનારી છે સુખરૂપ છે તે પિતાને આત્મા જ છે, તેને માટે જરા પણ વિચાર કે પ્રવૃત્તિ કરતા નથી. માટે જ આત્મા તરફ પ્રવૃત્તિ કરવી, તેની ઉપાસના કરવી તે દુર્લભ છે. આ દુષમકાળમાં પણ આત્માને ઓળખીને તે તરફ પ્રવૃત્તિ કરનારા છે સહેલાઈથી પિતાનુ કલ્યાણ કરી શકે છે. માટે ઉત્તમ વખત અને જે અનુકૂળ સાધને પિતાને મળ્યાં હેય તેનો આત્માને માર્ગ ઉપયોગ કરવા ચુકવું નહિં.
પ્રકરણ ૧૨ મું
જ્ઞાનાદિ રત્નત્રય. रत्नत्रया द्विना चिद्रपोपलब्धिर्न जायते ॥ यद्धिस्तपसः पूत्रा पितुर्दृष्टिबलाहकात् ॥१॥
“તપ વિના જેમ લબ્ધિઓ થતી નથી, પિતા વિના પુત્ર થત નથી અને વાદળ વિના વૃષ્ટિ થતી નથી, તેમ રત્નત્રયજ્ઞાન, દર્શન, ચારિત્રવિના ચિપની પ્રાપ્તિ થતી નથી.”
જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં આત્માની પ્રવૃત્તિ થાય તેને રત્નત્રય કહેવામાં આવે છે. આત્મા આ ત્રણ રત્ન સ્વરૂપજ છે. તેમ જ સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્ર એજ મોક્ષને માર્ગ છે. . -