________________
નારા છે. તેમાં પણ સમ્યક્રશનવાળા, અણુવ્રતધારી, મહાવ્રત ધારણ કરનારા, ધીર પુરૂષો તે અત્યંત દુર્લભ છે. તેમાં પણ તત્ત્વવેત્તા અને તેમાં પણ આત્મામાં રક્ત–લીન થયેલા જીવો તે અત્યંત દુર્લભ છે. આ અવસર્પિણ કાળમાં, વ્રતધારી, જ્ઞાનમાં આશક્ત, ગુણવાન, પાત્રતાવાળા અને સદ્ગતિ ગામી છે ઘણું થડા હોય છે.
મિથ્યાત્વાદિ ચાર ગુણસ્થાનમાં શુદ્ધ આત્મામાં આસકત જેવો સંભવે જ નહિં. વ્રત ધારણ કરનારા છ કેઈક વખત જ આત્મામાં આસક્ત હોય છે. પાંચમા ગુણસ્થાનથી ચૌદમા સુધીના દશ ગુણસ્થાનોમાં તેવા જીવો મળી આવે છે, પણ તેવા ઘણું શેડા જ હોય છે.
અત્યારે ઘણું છે તે શરીરમાં, ધનમાં, ભાઈઓમાં, પુત્રમાં પુત્રીમાં, સ્ત્રીઓમાં, માતા પિતામાં, ઘરમાં, ઈન્દ્રિયના ભેગમાં, વનમાં, નગરમાં, આકાશી વાહનમાં, રાજકાર્યની ખટપટમાં, ભોજનમાં, બાગ બગીચામાં, વ્યસનમાં, ખેતિમાં, વામાં, કુવામાં, તળાવોમાં, નદીએમાં, નાટકમાં, યશ મેળવવામાં, માન પ્રતિષ્ઠા વધારવામાં, પદવીએમાં, અને પશુતુલ્ય વૃત્તિઓમાં આસક્ત બની પ્રવૃત્તિ કરતા પ્રત્યક્ષ દેખાય છે, પણ પિતાના શુદ્ધ ચિપમાં આસક્ત થનારા કેઈ વિરલાજ છે હોય છે.
જ્ઞાનીઓએ આ કાળને ધમકાળ કહ્યો છે તેનું કારણ માત્ર એજ છે કે ઉપર બતાવેલાં બાહ્ય દ્રવ્યમાં, ઈન્દ્રિયોમાં, શરીરમાં, વચનમાં, મનમાં અને બાહ્ય વિદ્યા કળામાં જીવો પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જે વિભાવ દશા છે. આત્માના માર્ગની તે પ્રવૃત્તિ નથી પણ આ ત્માના માર્ગમાં વિન રૂપ તે પ્રવૃત્તિ છે, તેમાં જીવો મેહિત થઈ રહ્યા છે, તેને માટે અહોનિશ પ્રવૃત્તિ કરી રહ્યા છે. પરિણામે તે વસ્તુ જુદી