________________
આત્મ તત્વમાં લીન થયેલા છે મળવા મહાન દુર્લભ છે, કેમકે ઉપર બતાવેલી સર્વ પ્રવૃત્તિને મોટે ભાગે દેહથી કરવા યોગ્ય કાર્યને છે અને આત્માને દેહથી પર છે.
ધર્મ શ્રવણ કરનારા, ઈન્ડિોને દમવાવાળા, મૌનપણું ધારણ કરનાર, કર્યાગુણને જાણનારા, મનુષ્યની સોબતથી દૂર રહેનારા, અને પડિતતા ધારણ કરનારા ઘણા વિશ્વમાં મળી શકશે, પણ આત્મ તત્વના અનુભવી છે મળવા મુશ્કેલ છે, કેમકે આત્મતત્ત્વ એ સર્વથી પર રહેલું છે.
જ્યોતિષ વિદ્યામાં પારગામી, વૈદકશાસ્ત્રના પાકા પરિચયવાળા, પુરાણમાં પ્રવીણ, વાસ્તુશાસ્ત્રમાં નિપુણ, અને સંગીતાદિમાં નિષ્ણાત વિદ્વાને વિશ્વમાં મળવા સુલભ છે, પણ આત્મતત્વમાં પ્રવીણ જેવો મળવા દુર્લભ છે, કેમ કે એ બાહ્યકળાઓ અને વિદ્યાઓથી આત્મા પેલી તરફ રહેલો છે. અર્થાત એ શાસ્ત્રોના જ્ઞાનથી આત્મા પામી શકાતા નથી.
જળમાં તરનારાઓ, જુગારમાં જીતનારાઓ, વનમાં રહેનારાઓ, યુદ્ધમાં વિજય મેળવનારાઓ, હૃદય દ્રાવક ગાયન કરનારાઓ, અને સ્ત્રીઓ સાથે ક્રિીડા કરનારાઓ ઘણું જીવો જોવામાં આવે છે પણ આત્મામાં આનંદ કરનારા છે કોઈક ભાગ્યે જ દેખાય છે, કેમકે શારીરિક પ્રવૃત્તિથી આત્મા પેલી તરફ છે.
સિહોને વશ કરનારા, સર્પોને પનારા, હાથીઓને સ્વાધિન કરનારા, વાઘને ત્રાસ દેનારા અને શત્રુઓ ઉપર વિજય મેળવનારા ઘણું જ મળી આવે છે પણ પિતાના ચિદાત્માનો વિજય મેળવનારા કાઈ વિરલ આત્મા દેખાય છે કેમકે બાહ્ય વિજયથી આત્મા