________________
નિર્મમતા લાવવા માટે કલેશ સહન કરવો પડતો નથી, બીજા પાસે યાચના કરવી પડતી નથી, દેશાટન કરવાની જરૂર નથી, ચિંતા કરવી પડતી નથી અને કાંઈ ખરચ પણ કરવું પડતું નથી. ફકત એક વિચારની દિશા બદલાવવી પડે છે. જેને મારું માન્યું છે તેને મારું નથી, એવું મનને મનાવે કે તરતજ નિર્મસતા આવીને ઉભી રહે છે.
નિર્મમતામાં કર્મોને આવવાની જગ્યા નથી, અશુભ કર્મને બધ નથી, આત્મદષ્ટિનું પોષણ થાય છે, ઉપયોગની તિવ્રતા વધે છે, નિસ્પૃહતા સ્વાભાવિક આવે છે, જ્ઞાનવાન બને છે, સંયમી થાય છે, અને તપ ન કરવા છતાં ખરો તપસ્વી તે થાય છે. જેમ જેમ નિર્મમતા વૃદ્ધિ પામે છે તેમ તેમ રાગદ્વેષાદિ દે નાશ પામે છે, માટે આત્માર્થિ છએ જેમ બને તેમ મમતા અને અહંકારને ત્યાગ કરવા પ્રયત્ન કરે.
આ પ્રમાણે વિચાર કરીને જે છે અહકાર મમકારને ત્યાગ કરે છે તે છો શુદ્ધ આત્માના ધ્યાનને અવશ્ય પામે છે.
પ્રકરણ ૧૧ મું.
આત્મઉપાસની દુર્લભતા. प्रतिक्षणं प्रकुर्वति, चिंतन' परवस्तुनः ।
सर्व व्यामोहिता जीवाः, कदा कोपि चिदात्मनः १ “મેહમાં ફસાયેલા સર્વે જે દરેક ક્ષણે પર વસ્તુનું ચિંતન કરે છે, કેક જીવ ક્યારેક ચિદાત્માનું ચિંતન કરતો હશે.”