________________
પણ અભિમાન કે મમત્વ ભાવના અંગે આત્મભાન ભૂલી હું અને મારું કરતાં નવીન કર્મ બંધ થાય છે તે અટકાવવાની જરૂર છે.
હું અને મા–મારું આ મેહ રાજાને મત્ર છે, અને તેણે જગતને દેખાતી આખે આંધળુ કરી દીધું છે, તેને જીતવા માટે ના, જ મમ. હું કેઈને નથી. અને મારું કાંઈ નથી, આ મત્રને જાપ જ્ઞાનીઓએ બતાવેલ છે. મતલબ કે હું અને મારાપણાથી જીવ બધાય છે અને હું કોઈને નથી અને મારું કોઈ નથી આ વિચાર વડે જીવ બંધનથી મુકાય છે.
મમતાને ત્યાગ કરવાના વિચારે કરવા, આત્માનું ધ્યાન કરવું, ત્રતે પાળવાં, બ્રહ્મચર્ય ધારણ કરવું, અને ઈન્દ્રિયોને નિષેધ કરે એવાં એવાં બીજા પણ કાર્યો નિર્મમતામાં વધારે કરનારાં છે.
જે મહાત્માઓ અચળ મેક્ષપદને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વે આ નિર્મમતાને આશ્રય લઈને જ. જેમ લીલે ચિકાશવાળા માટીને પડે ભીત ઉપર નાખતાં તે ભીતની સાથે ચેટી જાય છે અને સુકે ચીકાશ વિનાને માટિન પડે તેજ ભીંત સામે ફેંક્યાં પછડાઈને ભાંગીને ચેટિયા વિના ભુકે થઈ નીચે પડી જાય છે; આજ દૃષ્ટતે જ્યાં સુધી જીવને કેઈપણ પદાર્થમાં મારાપણું રૂપ મમતાની ચીકાશ અને ઢીલાશ હોય છે ત્યાં સુધી રાગદ્વેપમાં તે લેવાવાજ. કર્મ સાથે ચટાવાનો જ. આ મારા પશુની, મમતાવાળી ચીકાશ ગઈ કે પછી તેને કર્મ કોઈપણ ચોટવાના નહિં. મમતા મૂકી દેવાથી તપ થાય છે, મમતા જવાથી તે પાળી શકાય છે, અને ઉત્તમોત્તમ ધર્મ પણ નિર્મમતાથી પ્રાપ્ત થાય છે.