________________
પર છે. પાણીને, અગ્નિને, રેગને, હાથીઓને, સર્પને, ચારને, શત્રુને. અને વિદ્યાધરને તંભન કરવાની શક્તિવાળા ઘણું છે મળી આવશે, પણ ઉન્માર્ગે ચાલનારા પિતાના મનને અભન કરનારા કેઈ વિરલા જ જીવો મળી આવે છે, કારણ કે આત્માને સ્થિર કરવાને માર્ગ તેનાથી જુદો છે.
શાંત જીદગી ગુજારનારા, મહાવ્રત પાળનારા, ઉપસર્ગના પ્રસંગમાં વૈર્ય રાખનારા, ગભીરતા ધરનારા, એવા પણ અનેક જીવો મળી આવવા સુલભ છે, પણ આત્મસ્વરૂપમાં લીન થનારા છે. કેઈક જ હોય છે, કેમકે આ માર્ગ જ ઉપાધિ વિનાને છે.
વિવિધ પ્રકારના ગુણેથી વિભૂષિત ઘણા લેકે દેખાય છે, પણ શુદ્ધ ચિદૂપમાં પ્રેમવાળા વ્રતધારી જી વિરલાજ મળી આવે છે.
એકેન્દ્રિયાદિ સંજ્ઞાવાળા પૂર્ણપર્યાપ્તિ કરનારા અનંત જીવો છે, પણ તેમાં શુદ્ધ આત્મગુણની પૂર્ણતા કરનારે કાઈ જીવ નથી. પાંચ ઈદ્રિયવાળા સંસી, આસન્ન ભવ્યતાવાળા, મનુષ્ય જન્મ પામેલા, ઉત્તમ વ્રતધારી, શુદ્ધ ચિપમાં લીન થનારા જીવો મનુષ્ય લેકની બહાર અસંખ્યાતા દીપ સમુદ્રમાં કોઈ પણ નથી. અલેકથી ઓળખાતા નીચલા ભાગમાં અને ઉર્વલકથી જણાવાતા ઉપરના ભાગમાં પણ તેવા કેઈ જ નથી, ક્ષેત્રના સ્વભાવથી જોતિષ લેકમાં પણ તે કેઈ નથી, મનુષ્યલક્યાં પણું જે જીવ ઉત્પન્ન થાય છે, તેમાં અકમૈભૂમિમાં તથા મ્લેચ્છ ખંડવાળી ભેગભૂમિમાં પણ પ્રાયે તે કઈ જીવ હોતો નથી. આર્યખંડમાં ઉત્પન્ન થયેલા જીવોમાં પણ કાઈવિરલાજ છ આત્મજ્ઞાનમાં લીન થનાર હોય છે.
આ ક્ષેત્રમાં અત્યારે ઘણું ચેડા છ જ આત્માના માર્ગે ચાલ