________________
નથી, હુ જા નથી, પાતળે નથી, નિર્ધન નથી, ધનવાનું નથી, રાજ નથી, રાંક નથી, ગૌર નથી, શ્યામ નથી, પતિ નથી, મૂર્ખ નથી પણ જ્ઞાન સ્વરૂપ છું. ઉપર જણાવેલા ભાગમાં હું પણું ન માનવાનું કારણ એ છે કે તેમાં કેઈ દેહના ધર્મો છે, કેઈમનના ધર્મો છે, કઈ જાતિના ધર્મો છે, અને કોઈ આત્માથી જુદી જડ માયાની ઉપાધીઓ છે. પણ તેમાં આત્માને ધર્મ કેઈ નથી. આત્મા અને જડના વિભાગને સમજનાર ભેદનાની, પર વસ્તુમાં પોતાપણાને આરોપ કે માન્યતા કરેજ નહિં, પર વસ્તુમાં પિતાપણુની માન્યતા એજ અજ્ઞાન અને એજ અભિમાન છે. કર્મનાં બંધને વધારવાનો અને મજબુત કરવાને આ માર્ગ છે. અભિમાન વિનાનું ચિંતન કરવું, આત્મસ્વરૂપને વારંવાર યાદ કરવું તે શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિનું પરમ કારણ છે. જે છે મેહને લઈ પર વસ્તુમાં મારાપણું રૂપ મમત્વ કરે છે તેઓને સ્વને પણ શુદ્ધ ચિદ્રની પ્રાપ્તિ થતી નથી.
આ શુભાશુભ કર્મો મારાં છે, શરીર મારૂ છે, માતા, પિતા, ભાઈ બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, ઈત્યાદિ કુટુંબીઓ મારાં છે. આ દેશ, નગર, ગામ, જમીન, ઘર, હાટ, મદિર, મહેલ, હાથી, ઘોડા, ગાય, ભેંસ, ઉટ, બળદ, નોકર, ચાકર, દાસ, દાસી ઈત્યાદિ મારાં છે, આવું આવું બીજું પણ જે કાંઈ ચિંતન કરાય છે તે સર્વ મમત્વભાવને સૂચવે છે.
ભાષા વિના વ્યવહાર થતો નથી એટલે વ્યવહારને ખાતર આ મારું છે કે મારાં છે. એમ બોલવું પડે, તેમાં આત્મ જાગૃતિ રાખીને મારા, તારાદિ શબ્દને વ્યવહાર કરે પડે, તેમાં અડચણ નથી.