________________
પ૭
રતિ–અચારિત્રયા વિપરીત વર્તન કરાવનાર કર્મને આવ-વાને માગ–કારણ છે. અવિરતિ એટલે ઈચ્છાઓને કાબુમાં
ન લેતાં ઈચ્છાનુસાર છુટી સુકવી. વ્રતાદિના નિયમો ઈચ્છાઓ -ઉપર અંકુશ મૂકે છે. વધારે ફેલાવે પામતી ઈચ્છાઓને -અટકાવે છે. આવા વ્રતાદિ કરીને ઇચ્છાઓને નિયમમાં રાખવી નહિં તેને અવિરતિ કે મિથ્યાવર્તન કહેવામાં આવે છે. આ અવિરતિ કર્મોના શુભાશુભ આશ્રવને આવવાનું કારણ છે, સમ્યફ ચારિત્ર–પાંચ મહાવ્રતાદિમાં પ્રવૃત્તિ ન કરનાર જીવ રાગદ્વેષને લઈને પરદ્રવ્યમાં શુભાશુભ ભાવ–પરિણામ કરે છે, તે વખતે તે જીવમાં મિથ્યાચારિત્ર-વિપરીત વર્તન હિોવાથી તેના પરિણામ દ્વારા તે પુન્ય અથવા પાપ આશ્રવને ગ્રહણ કરે છે. આ સ્થિતિમાં વર્તતા આત્મામાં સમ્યફ -ચારિત્ર તે વખતે હેતું નથી. આ શુભાશુભ આશ્રવને લઈને તે જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને સ્વર્ગની ગતિમાં ઉપન્ન થાય છે અને ત્યાં કર્મથી ઉસન્ન થતાં શારીરિક તથા માનસિક સુખ દુઃખનો અનુભવ કરે છે. આ વિષયેથી ઉપન્ન થયેલું સુખ દેવગતિમાં મળે છે પણ તે તૃષ્ણા અને મનને સંતાપ દેવાવાળું હોવાથી વસ્તુગતે તે દુઃખજ છે. જે સુખ અનિત્ય, પીડાકારી, તૃષ્ણાને વધારનારું, કર્મબંધનું -કારણે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારું અને પરાધિન છે, જ્ઞાનીઓ -તે સુખને દુઃખજ કહે છે. આ વિશ્વમાં પાંચ ઈન્દ્રિયોના વિષયવાળાં જે જે સુખ છે તે બધાં દુખથી કોઈ પણ રીતે