________________
૧૫૨
પાંચ સમિતિ, ત્રણ ત્રુપ્તિ, ઇન્દ્રિય, કષાય વિગેરેમાં જે જે ગુરૂદેવની આજ્ઞા વિરૂદ્ધ પ્રવર્તાયું હાય, આજ્ઞાનુસાર પ્રવૃત્તિ ન થઈ હાય તે માટે દિવસમાં સવાર સાંજ બે વખત તેની તપાસ કરીજવારૂપ આવશ્યક ક્રિયા છે, દાષ લાગ્યા હાય તા તેની માી માગી, પ્રાયશ્ચિત લઈ પેાતાની ભલા સુધારવી, શુદ્ધ થવું, તુટેલા ભાગને સાંધી દેવા અને ફીને તેમાં દોષ લાગવારૂપ છિદ્ર ન પડે તેની સાવચેતી રાખવી.
ભૂમિ ઉપર સુવું, એક વખત ભેાજન કરવું; સ્નાનાદિ શ્રુષા ન કરવી, આ સર્વ આચારો પાળવા, પ્રમાદના ત્યાગ કરવા, દરક્ષણે આત્મભાન ન ભૂલાય તેની સાવચેતી રાખવી, આત્મભાન ભૂલાય તા જાગૃતિ વધારતા રહેવું, આત્મજાગૃતિ વધે તેવા અભ્યાસ વધારવા, તેવાં નિમિત્તા સેવવાં, જ્ઞાન વધારવું, ભણેલું યાદ કરવારૂપ સ્વાધ્યાય કરવા, જડ ચેતનની ભિન્નતા કરવા નવીન જ્ઞાનના અભ્યાસ કરવા, અધા પ્રતિભા તાડીને ઉગ્ર વિહારે વિચરવું, છતી શરીરની શક્તિએ એક સ્થળે વધારે ન રહેવું, આઠે માસ વિહાર કરવા, ચામાસાના ચાર મહિના એક સ્થળે રહેવું, શ ક્તિ અનુસાર તપ કરવા, વિકાર ઉત્પન્ન કરનાર દુધ ઘી આદિ ના ત્યાગ કરવા, જ્ઞાનદર્શન ચાત્રિમાં વૃદ્ધિ કરતા રહેવું, સત્ય સમજ્યા પછી જ બીજાને ઉપદેશ આપવા, સ્યાદ્વાદ માગ ખરાખર ન સમજાય ત્યાં સુધી માન રહીને અભ્યાસમાં વધારા કરવા. સત્ય સમજ્યા વિના ઉલટા લેાકેાને