________________
નિર્મળ થઇ ને ઉપર રહે છે. આ દષ્ટાતે પાણીમાં મેલની માફક આત્મામાં કર્મો એકરસ થઈ રહેલાં છે. તેને કર્મ તથા આત્માના જુદાં જુદાં લક્ષણોઠારા જુદાં જુદાં નિર્ણિત કરવામાં આવતાં આત્માને દેહ માનવાની અને દેહને આત્મા માનવાની ભૂલ દૂર કરાય છે. આનું નામ ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાનની મદદથી, કર્મો આત્માથી જુદાં થઈ વિખરાઈ જાય છે, અથવા ખરી પડે છે, અને આત્મા નિર્મળ થઈ રહે છે. મનુષ્ય જેમ પથ્થરમાથી સેનાને જુદુ કરે છે, શરીરથી વસ્ત્રને જુદુ અનુભવે છે. તપાવેલા લેટાથી અગ્નિને જુદી કરે છે, શેલડીમાંથી રસને જુદો કરે છે, કાદવથી જળને જુદુ જોવે છે, મેરપીછમાંથી ત્રાંબુ જુદુ પાડે છે, તલમાંથી તેલને અલગ કરે છે, અને દુધમાંથી અમુક ઉપાયે વડે ઘીને જુદું પાડે છે, તેમ જ્ઞાની એ ભેદજ્ઞાનની મદદથી દેહ તથા કર્મોને અને તેમાંથી ઉત્પન્ન થયેલી રાગદેષાદિ અનેક પ્રકારની ઉપાધિઓને જુદી જાણે છે, કરે છે, અને અનુભવે છે.
આત્મામાં જ્ઞાનગુણુની મુખ્યતા છે. પુદ્ગલોમાં જડતાની મુખ્યતા છે. જ્ઞાતાપણું અને દુષ્ટાપણું એ આત્માનાં લક્ષણ છે. જ્ઞાતાપણાના ગુણને લઈને આત્મા આખા વિશ્વને જાણવાની શક્તિ ધરાવે છે અને દષ્ટાપણુંના ગુણને લઈને આખા વિશ્વને જોવાની શક્તિ ધરાવે છે.. પુદ્ગલમાં જડતા હોવાથી આ ગુણો તેમાં નથી. તેને અજીવ, જડ, પુદ્ગલ, માયા, વગેરે નામથી સંબોધવામાં આવે છે. સડવું, પડવું, વિખરાવું, મળવું, વિવિધ આકારે ધારણ કરવા એ જડતાને સ્વભાવ છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગધ, અને સ્પર્શ હોય તે પુદગલે કહેવાય છે. શરીર, વચન, મન અને વિવિધ પ્રકારનાં કર્મો તે જડતામાંથી જ ઉત્પન્ન થાય છે.