________________
૩૪
શિક્ષા કર, તેને સુધાર. તેને સુધારવા માટે તે શુદ્ધ આત્માના ઉપયેગમાં તદાકાર પરિણમી રહે. મેહનું નજીકનું પ્રથમ સ્થાન તારૂં શરીર છે. તેના વિચાર કર. જેતે સુખી કરવા માટે રાત્રી દિવસ ન કરવાનાં કાર્ય કરે છે, અનેક વેાના સંહાર કરે છે, અનેક જીવાને કો આપે છે, રાગદ્વેષ કરે છે, તે શરીરની ઉત્પત્તિના વિચાર કર. દુર્ગંધી અને મળના ભાજન રૂપ વીર્ય અને રજમાંથી અમુક વિધિ વડે બનેલું અને પેાતાની ઈચ્છાનુસાર મનુષ્યાએ અમુક નામ આપેલું તે આ શરીર તારૂં વી રીતે થઈ શકે ? તેનું કાઇ વર્ણન “કે સ્તુતિ~કરે કે ક્રાઇ નિંદા કરે તેનાથી તને શે। લાભ ? અને ક જાતની હાની ? આત્મ દેવ ! તમે તો શુદ્ધ ચિરૂપ છે એટલે તત્ત્વથી તે સ્તુતિ કે નિંદાએ શરીરનીજ છે, તમારી નથી.
અહા ! માહને લઈ આત્મભાન ભૂલેલા જીવા, કાઈ કીર્તિને માટે વલખાં મારે છે, કાઈ ખીજાને ખુશી કરવા પ્રયત્ન કરી રહયા છે, ભાટ ચારણની માફક હાજી હા કહી તેનાજ રાજીયા ગાયા કરે છે, કાઈ ઇન્દ્રિયાના વિષયેા મેળવવા તલપી રહ્યા છે, કાઈ આ શરીરને લાં વખત ટકાવી રાખવા વિવિધ પ્રકારની ઔષધીઓ અને માત્રાનું સેવન કરી રહ્યા છે, કાઈ વશ વધારવા માટે અનેક ખાવા જેંગી પાસે લટકી રહ્યા છે, કાઈ ધન સંચય કરવા માટે દેશ પરદેશ ખેડી રહ્યા છે, કાઈ ધનના રક્ષણ માટે હથીયારથી સજ્જ કરેલા પહેરેગીરાને ઘરની 'ચારે બાજુ ગાઠવી રહ્યા છે, કાઈ પડિતતા મેળવવા અનેક પુસ્તકા અને ભાષાએ શીખી રહ્યા છે, કાઈ પેાતાના વાડાના રક્ષણને મંટિ અનેક વિધિ નિષેધની મેાટી મોટી દીવાલો ચણી રહ્યા છે અને વાડામાં બકરાંઓને પુરે તેમ અજ્ઞાની મનુષ્યાને ભરમાવીને—વિવિધ
k
.