________________
નથી. હું શુધ્ધ આત્મા છું.” આવું વારંવાર ચિંતવવું અને તેના દઢ સંસ્કાર મન ઉપર પાડવા.
(આત્મન ! તું તારી પિતાની ચિંતા કર, બીજાની ચિંતા કરવાનું મૂકી દે. ચિંતા કરવાથી કાર્યની સિધ્ધિ થતી નથી.બીજાના સુખ દુઃખમાં તું વધારે કે ઘટાડે કરી શકે તેમ નથી. જે મનુષ્ય જેવું પરીણામે જે રસે જે જે કર્મ બાંધ્યાં છે, તે તે કર્મ તેવા તેવા રસે અને પરિણામે તેને ભેગવ્યા સિવાય છૂટકે નથી. કાળ, કાળનું કામ કરે છે, દિવસ આવે છે, રાત્રી આવે છે, ઋતુઓ નિયમિત આવ્યા કરે છે, શીયાળા પછી ઉનાળે અને ઉનાળા પછી વર્ષાઋતુ, એમ કાળનું યત્ર વ્યવસ્થાસર આ વિશ્વમાં ચાલ્યા કરે છે, તેમ કર્મનું ચક્ર પણ કાઈને પક્ષપાત કર્યા વિના, રાજને અને રાંકને, ઈન્દ્રને અને વિઝાના કીડાને તેના યોગ્ય કર્તવ્યને બદલે આપ્યાજ કરે છે. આમાં પક્ષપાત ચાલતું નથી, સપારસ કામ આવતી નથી, લાંચ રૂશવત આપી શકાતી નથી, ગરીબ અને ધનાઢયોને ન્યાય, ન્યાયને એક છાબડે જ તળાય છે. પિતાને ઉદ્ધાર કે વિનાશ એ પિતાનાં સારાં ખોટાં કર્મોથી જ થાય છે. જેમ કાળ કાળનું કામ કરે છે તેમ કર્મો કર્મોનું કામ કરે છે. પિતાને કે પરને, ઉત્તમ કે અધમ જે જે સુખ દુખ મળે છે તે પૂર્વે ઉપાર્જન કરેલ કર્મજ આપે છે. તે છતાં ભાન ભૂલીને આણે મને દુઃખ આપ્યું, અને આણે મને સુખ આપ્યું, અને હું સુખી કરીશ અને આને હું દુઃખી કરીશ, આવું ચિંતન કરવું કે માનવું તે મેહને જ પ્રભાવ છે. એ આત્મદેવ! પારકી ચિતા મૂકી દે. ખરા શત્રુને શોધી કાઢ, ખરા ગુનેગારને પકડ અને તેને શિક્ષા કર. તારી ભૂલતું સુધાર. ખરે ગુનેગાર તું પોતે જ છે. આત્મભાન ભૂલી મેહને આધિન થયેલે તારે આત્મા જ તારો શત્રુ છે તેને