________________
૩૭
થયેલા વામાં આત્માની ચિંતા ક્યાંથી હાય? તેની અદ્ધિમાં નિર્મળતા ક્યાંથી થાય? તેને શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ ક્યાંથી મળે ? અને તેના અભાવે આત્માથી ઉસન્ન થતું સુખ કેમ મળે ? જીવને પ્રથમ દેહમાં આત્માપણાની ભ્રાંતિ થાય છે, પછી માહુને લઇને જગત્માં ભ્રાંતિ થાય છે, પછી પરબ્યાને અંગે થતી અતિ સંતાપ કરવાવાળી ચિંતામાં સતત વધારા થાય છે. ધન્ય છે તે આત્માને ! કે જેઓ પરદ્રવ્યને ત્યાગ કરીને જ્ઞાન અને આનંદના ઘર તુલ્ય પેાતાના આત્મભાવમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેવા પવિત્ર આત્માને વારવાર નમન કરૂં છું. જે શુદ્ધ આત્મસ્મરણને મૂકીને ખીજાના કાર્યની કે વર્તનની ચિંતા કરી રહ્યા છે તેવા નિર્ભાગી જીવા ચિંતામણિ રત્નને ત્યાગ કરીને પથ્થરને ગ્રહણ કરે છે.
જ્ઞાન એ સ્વાધિન સુખને પ્રગટ કરનાર છે. આત્મચિંતનથી તેની પ્રાપ્તિ થાય છે, છતાં હતભાગી જીવે તેને ત્યાગ કરીને કાઇ વિલક્ષણ વસ્તુ પ્રાપ્ત કરવા ઇચ્છે છે.
આંધળા આગળ નાચ, મ્હેરા આગળ ગીત, મરણની છેલ્લી ઘડીએ રાગને ઉપચાર, અજ્ઞાની જીવાના તપ, ઉખર જમીનમાં વાવણી, તૃષા વિનાનાને પાણી, સ્વાથેિ મનુષ્યાની મિત્રતા, અભવ્યને નિર્દોષ વિધિની રૂચિ, કાળી કામળીને ચડાવાતા રંગ અને શ્રદ્ધા વિનાનાને આપેલા મત્ર જેમ વૃથા છે તેમ જડ માયામાં પ્રીતિવાળાને આપવામાં આવતું આત્મજ્ઞાન વૃથા છે. મેહમાં મૃદ્ધ બનેલા વેા દરેક ક્ષણે પરદ્રબ્યાનું સ્મરણ કરે છે, પણ મેાક્ષને અર્થે નાનાનંદમય પેાતાના આત્માને કાઇ પણ વખત યાદ કરતા નથી.
વિચાર કરતાં જણાય છે કે મેાહ કરતાં ખીજો કાઈ પણુ ખળ~