________________
મહેલ ઉપર ચડતાં જેમ નિસરણ–દાદરનું અને દેરડું પડવાનું આલબન લેવામાં આવે છે તે વ્યવહાર રૂપ છે. અને ઉપર ચડી ગયા. પછી આ બને આલબને મૂકી દઈ ઉપર જે કાર્ય કરવાનું હોય તે રૂપ નિશ્ચયનું આલબન લેવામાં આવે છે. પાછું જ્યારે ઉતરવાનું હોય છે ત્યારે વ્યવહાર રૂપ દાદરાનું અને દોડાનું આલબન લેવું પડે છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જવા માટે કેઈ ઉત્તમ વિચાર, સદ્દગુણ જાપ, કે આત્તિ આદિનું આલબન લેવામાં આવે છે. આ આલબનની મદદથી મન જ્યારે આત્મામાં લય પામી જાય છે એટલે આત્માને ઉપગ બીજા આલબને મૂકી આત્માકારે થઈ રહે છે તે નિશ્ચય. છે. આ કાર્ય છે. આ વખતે આલબનની જરૂર પડતી નથી, છતાં કે કદાગ્રહી આલબન પડવા જાય તે આ ભૂમિકામાંથી નીચે પડે છે. આવી નિવિકલ્પ સ્થિતિમાંથી પાછા સવિકલ્પ સ્થિતિમાં આવે એટલે તેણે પાછું કેઇ આલબન પકડી લેવું. આવી રીતે નિશ્ચય અને વ્યવહાર બન્ને ઉપયોગી થાય છે.
જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે તે સર્વે પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયને આશ્રય લઈને પામ્યા છે. આ ઠેકાણે એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે જેને પોતે વ્યવહાર માને છે તે વ્યવહાર શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં મદદગાર થાય છે કે નહિં ? જે આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં મદદગારકારણ રૂપ હોય તો તે સારો વ્યવહાર છે. તેમ ન હોય તે તે અશુદ્ધ વ્યવહાર હેવાથી ત્યાગ કરવા ગ્ય છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય તેમ શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ. ન હેય. જેના વડે જિનેશ્વર ભગવાનના સિદ્ધાંતની અને તેમના આચરણની પ્રતીતિ થાય તેવા નિશ્ચય વ્યવહારનું વિધિ પૂર્વક સેવન કરવું.