________________
અને આત્માની નિર્મળતા કરાવી આપનારે થાય છે. આ ગ્રંથન ઉદેશ એ જ છે. અને એટલા માટે આ ગ્રંથનું આત્મવિશુદ્ધિ એવું નામ આપવામાં આવ્યું છે. કેમકે આ ગ્રંથની અંદર વસ્તુતત્વને નિશ્ચય કરાવીને જીવને પિતાના ખરા કર્તવ્ય તરફ દેરવામાં આવેલ છે.
આ માયાના ખરા સ્વરૂપને સમજીને જીવ તે તરફથી પાછા હઠી પિતાના સત્ય સ્વરૂપ આત્મા તરફ વળે તે આ ગ્રંથનો ઉદ્દેશ છે. માયાના–પુગલના ત્યાગ વિના આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી. માયા, અજ્ઞાન, કર્મો, પુદ્ગલે આસક્તિ વિગેરે જે કાંઈ આત્માને આવરણું રૂપ થઈને તેના ખરા સ્વરૂપને પ્રગટ કરવા દેતું નથી તેને ત્યાગ કરવો જોઈએ, એ આ ગ્રંથનો વિષય છે. એટલા માટે જુદાં જુદાં સાધનો દ્વારા શુદ્ધ આત્માને પ્રગટ કરવાનું આ ગ્રંથમાં બતાવવામાં આવેલ છે.
આ ગ્રંથ ઘણે માને છે, છતાં ઉપયોગી વિષયોથી ભરપુર છે. આ ગ્રંથનાં અઢાર પ્રકરણ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે શુદ્ધ આત્માનું પ્રતિપાદન કરનાર પ્રથમ પ્રકરણ છે. આ શુદ્ધ આત્મા જ આરધવા યોગ્ય છે, બાકી વગર ઉપદેશે પણ છ માયાની આરાધના તે કરી રહ્યાજ છે એટલે શુદ્ધ આત્માના આરાધન કરેવાનો ઉત્સાહ ઉત્પન્ન કરનાર બીજું પ્રકરણ છે. આ શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં ઉપયોગી સાધનની જરૂરીયાત જીવોને હોય છે. તેના વિના આરાધના કેવી રીતે કરી શકાય ? તેટલા માટે ત્રીજા પ્રકરણમાં આત્મપ્રાપ્તિનાં સાધને બતાવવામાં આવ્યાં છે. આ સાધનોમાં મનના અનેક પ્રકારના વિકલ્પ આડે આવે છે. આ વિકલ્પો એજ દુઃખનું બીજ છે તે સમજાવવા માટે એવું પ્રકરણ આપવામાં આવેલ છે. વિકલ્પે એજ દુઃખનું બીજ છે એમ જ્યારે જીવને બરાબર સમજાય છે ત્યારે જીવ પોતાની પાછલી જીદગી અને તેમાં કરેલાં સત્ય માર્ગથી વિરૂદ્ધ વર્તને યાદ કરીને તેને પશ્ચાત્તાપ કરે છે, તે બાબતને જણ વનારું પાંચમું પ્રકરણ છે. આમ પોતાના ખરા જીવનને દુરૂપયોગ