________________
૯
સંગના ત્યાગ કરીને નિર્જન વનમાં કે પાહાડાની ગુફામાં જઈને એસે છે, કેમકે જ્યાં સગ છે ત્યાં જરૂરી ચિંતા પ્રગટે છે, અને આત્મા સિવાય અન્ય કાર્યની ચિંતા શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનરૂપ પર્વતને ભાંગવામાં વની માફ્ટ કાર્ય કરે છે. તેમજ આત્મધ્યાન રૂપ સૂર્ય અત્યંત નિર્મળ હાય છે છતાં મનુષ્યાની સાબતથી ઉત્પન્ન થતા વિકલ્પો ૩૫ વાળેાથી તે ઢકાઈ જાય છે માટે સર્વ સગ અને સર્વ વિÒાના ત્યાગ કરવાની આત્મ પ્રાપ્તિમાં મુખ્ય જરૂરીઆત છે.
·
આ સાથે શુદ્ધ આત્માનુ ધ્યાન કરનારમાં લાયકાતની પણ જરૂરીઆત છે, ગમે તેટલા પુરૂષાર્થ કરવા છતાં વાઝણીને પુત્રની પ્રાપ્તિ થતી નથી, ગધેડાને શીગડાં ઉગતાં નથી તેમ અભવ્ય જીવેામાં શુદ્ધ ચિદ્રુપના ધ્યાનની ઉત્પત્તિ થતી નથી. જેમ અજીર્ણના વિકારવાળાને અન્નની રૂચિ થતી નથી તેમ દૂરભવ્ય જીવોને શુદ્ધ ચિપ આત્માના ધ્યાનની રૂચિ થતી નથી. જેમ પિતા વિના પુત્રાદિની ઉત્પત્તિ સબવતી નથી તેમ ભેદજ્ઞાન વિના શુદ્ધ આત્માની પ્રાપ્તિ સભવે નહિં. ક્રિયામાં શરીરમાં અને સર્વસંગમાં નિર્મમતા રૂપ માતા હાય તોજ આત્મધ્યાન રૂપ પુત્રની પ્રસૂતિ થાય. માતા વિના પુત્રની પ્રસૂતિ ન હોય તેમ વિશ્વના સર્વ પદાર્થોમાંથી મમતાભાવ ગયા વિના આત્મ
ધ્યાન પ્રગટ તેજ થાય.
ચિના વિનાનું હય, વેાના સસર્ગ વિનાનુ સ્થાન, ચેાડા ભવમાં મેાક્ષ જવાની લાયકાતવાળી આસન્નભવ્યતા, જડ ચૈતન્યના વિવેકવાળુ ભેદજ્ઞાન અને પરભાવમાં મમતા વિનાનુ જીવન આ સર્વ આત્મ પ્રાપ્તિ થવાનાં સાધના છે.
જ્ઞાની પુરૂષ પાતે જ્ઞાતા અને દૃષ્ટા રૂપે આ વિશ્વને જાણતા