________________
૧૪
વ્યય કરે પડતું નથી, દેશાંતરમાં જવું પડતું નથી; કોઈની પ્રાર્થના કરવી પડતી નથી, બળનો ક્ષય થતા નથી, પરનો ભય નથી, પીડા ઉત્પન્ન થતી નથી, પાપની પ્રવૃત્તિ કરવી પડતી નથી, રોગનું કારણ નથી, જન્મ મરણને હેતુ નથી, કેની સેવા કરવી પડતી નથી, અને ફળ ઘણું પ્રાપ્ત થાય છે છતાં એ વિદ્વાનો! ઓ શાણુઓ ! આ તરફ તમારૂ લક્ષ કેમ ખેંચાતું નથી? અનાદિકાળના આ માયાના પાશથી છુટા થાઓ. તમારી અજ્ઞાનમાં મીંચાએલી આંખને ખેલે.
ભેગભૂમિ, સ્વર્ગનું સ્થાન, વિદ્યાધરની અવની અને નાગ લોકની પૃથ્વી મેળવવામાં થોડું ઘણું પણ કરું રહેલું છે પણ શુદ્ધ ચિપ આત્માની ભૂમિકાની પ્રાપ્તિ તે તેનાથી પણ વધારે સુગમ છે. નિશાન બાબર રાખી ગ્ય પ્રયત્ન કરવાથી સુખની પ્રાપ્તિ, જ્ઞાનને ઉલ્ય, કર્મને ક્ષય, મીઠી શાંતિ અને ખરી નિર્ભયતા તમને અહીં જ પ્રાપ્ત થશે, માટે જ આત્મ પ્રાપ્તિ સુગમ છે.
આત્માની નિર્મળતાના કારણરૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની નિરતર ઈચ્છા કરવી. આત્મ પ્રાપ્તિ થવા પછી તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વિશેષ અગત્યતા રહેતી નથી.
પરમાત્મા, પરબ્રહ્મ, ચિદાત્મા, શિવ ઇત્યાદિ એકજ વસ્તુનાં નામ છે. ગમે તે નામે તેનું સ્મરણ કરે. અમૃતના સમુદ્રનું મથન કરીને તેમાંથી સાર ભૂત પરમાત્માના નામ રૂપ રત્નને મેં ગ્રહણ કર્યું છે, કેમકે સર્વ વસ્તુઓમાં તેજ ઉત્તમ છે.
વિશ્વમાં કેવળ શુદ્ધ ચિકૂપ મારા આત્મા સિવાય બીજું કાંઈ પણ ગ્રહણ કરવા ચોગ્ય નથી, એટલે તેના વિના બીજી ચિંતા કરવી તે મારા માટે ફેગટ છે. મારે પોતે તેમાંજ લય પામવાની જરૂર છે. હું અનુભવથી જાણું છું કે આ મારો આત્મા મહાન બળવાન છે,