________________
પ્રકરણ પાંચમું.
જીવને પશ્ચાત્તાપ. ज्ञात दृष्ट मयासर्व, सचेतन मचेतनम् ।
स्वकीयं शुद्धसदूपं, न कदाचिच्च केवलम् ॥१॥ “સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા અને જયા પણ કેવળ મારું પિતાનું શુદ્ધ સ્વરૂપ કોઈપણ વખત મેં જાણ્યું કે જેવું નથી. ”
ઉત્તમોત્તમ રત્ન, હીરા માણેક, મોતી, પ્રવાળાં, સોનું, રૂપુ, ઔષધીઓ, રસ, રસાયણે, વસ્ત્રો, પુરૂષો, સ્ત્રીઓ, હાથી, ઘોડાઓ, સુંદર પક્ષીઓ, પશુઓ અને જળચર પ્રાણીઓ ઈત્યાદિ સજીવ અને નિર્જીવ પદાર્થોનાં નામ, ઉત્તિના સ્થાન વિગેરે નિર્મળ બુદ્ધિ અને અનુકૂળ સગોને લઈને ઘણે ભાગે મેં જાણ્યા છે અને જોયા છે પણ ખેદની વાત એ છે કે મ મારું પિતાનું શુદ્ધ ચિપ કોઈ વખત જાણ્યું કે જોયું નથી. મેં પહેલાં કોઈ વખત જેની ચિંતા કે વિચાર કર્યો નથી તે વસ્તુ મને કોઈપણ વખત મળી નથી.
મોહના ઉદયને લઈને મારા શુદ્ધ આત્માનું ચિંતન મેં કઈ વખત કર્યું ન હોવાથી તે મને પ્રાપ્ત થયું નથી.
અહો ! મેં અનેકવાર જીવન ધારણ કર્યા છે પણ કોઈ જીવનમાં હું શુદ્ધ આત્મસ્વરૂપ છું એવું શુદ્ધ આત્માનું ચિંતન મેં કર્યું નથી.. અહો ! દુર્લભ કલ્પવૃક્ષે નિધાન, ચિંતામણી રત્ન, અને કામધેનુ ઇત્યાદિ પદાર્થો અનેકવાર મેળવ્યાં પણ શુદ્ધ આત્માની સંપત્તિ કઈ વખત મેળવી નહિં. આજ સુધીમાં અનંત પુગલ પરાવર્તન જેવા