________________
ગહન કાળને અનુભવ મેં લીધો. પણ તેવા કદ' પુદગલ પરાવર્તનમાં એકાદ વખત પણ મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ મને ન મળ્યો. દેવે અને વિદ્યાધરના સ્વામીત્વનું પદ અનેક વાર મે મેળવ્યું પણ કેવળ મારા પિતાના સ્વરૂપને હું પામી ન શક્યો.
અહો ! ચાર ગતિની અંદર અનેકવાર મેં મારા શુગુઓ ઉપર, વિજય મેળવ્યો પણ મારા સદાના વિરોધી મેહશત્રુ ઉપર આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે વિજય મેળવવા પ્રયત્ન ન કર્યો.
અહે! મેં અનેક શાસ્ત્ર ભણ્યા અને સાભળ્યા પણ તેની અંદર મારા શુદ્ધ સ્વરૂપને જાગૃત કરે તેવું એક પણ શાસ્ત્ર હુ ભણે નહિં કે સાંભળ્યું પણ નહિ. મેં વૃદ્ધ પુરુષોની સેવા કરી, વિદ્વાનોની મોટી સભાઓમાં હું બેઠે ત્યાં પણ મારી ભ્રમણને લીધે શુદ્ધ સ્વરૂપને. નિશ્ચય કરવા પ્રયત્ન ન કર્યો. મનુષ્ય જીવન, આર્યદેશ, ઉત્તમ કુલ અને પ્રથમ સહનન ઇત્યાદિ અનેકવાર હુ પામ્યો પણ આત્મસ્વરૂપની જાગૃતિ કઈ વખત ન મળી. શૌચ. સયમ, શિયળ, અને દુષ્કર તપશ્ચર્યા ઇત્યાદિ મેં અનેકવાર કર્યો પણ તે શુદ્ધ આત્માના લક્ષવિના દુનિયામાં ધર્મિષ્ટ ગણાવાને માટે જ કર્યા.
એકેડિયાદિ છવામાં તે તે જાતના અનેક શરીર ધારણ કર્યો, પણ અાપણામાં મારા શુદ્ધ આત્માને અનુભવ મે ન કર્યો. લેકેને વ્યવહાર, રાજાઓની નીતિ, સબંધીઓનાં સગપણ, દેવને આચાર, સ્ત્રીઓના સદાચાર અને સાધુઓની ક્રિયાઓ એ બધું હું સમ, ક્ષેત્રના સ્વભાવે જણ્યા, કાળની અકળ ગતિમાં પણ પ્રવેશ કરવા માથું માર્યું પણ તીવ્ર મેહના ઉદયને લઈ હુ જ્ઞાન સ્વરૂપ છું ! આ દઢ નિશ્ચય પહેલાં મને કઈ વાર ન થયો. અરે ! શીયાળાના