________________
ચનું જ્ઞાન તેમની સમજમાં આવશે, પણ તે પ્રમાણે વ્યવહારૂ વર્તન ન હોવાથી પાણીમાં પેસી હાથ પગ ન ચલાવનાર માણસ જેમ તરવાની કળાનું જ્ઞાન ધરાવતાં છતાં પાણીમાં ડુબે છે, તેમ તત્ત્વનું જ્ઞાન ધરાવનાર તે તરફ પ્રવૃત્તિ ન કરે તે ખરા નિશ્ચયનો અનુભવ તેને થવાનેજ નહિ. જે ગુણસ્થાને મિથ્યાત્વનો ઉદય નથી તેવા ચેથા ગુણસ્થાનથી લઈને આગળનાં તમામ ગુણસ્થાને એક એકથી ચડીયાત આત્મબોધવા આત્મજાગૃતિ હોય છે, અને કર્મોનું છાપણું એટલે આત્માની વિશુદ્ધતા પણ વૃદ્ધિ પામતી હોય છે.
જે મનુષ્ય મેક્ષનો અર્થિ છે તેનો માર્ગ તાત્ત્વિક છે. અને જે સ્વર્ગને ઇચ્છુક છે તેનો માર્ગ વ્યવહારિક છે. શુદ્ધ આત્મા તરફ દૃષ્ટિ–નિશાનબાંધી તેના તરફ પ્રવૃત્તિ કરનારને માર્ગ તે મેક્ષને માર્ગ છે. ખરું તત્ત્વ તેજ હોવાથી તે માર્ગને તાત્ત્વિક માર્ગ કહેવામાં આવે છે. ત્યારે આત્મભાન ભૂલેલા અને આ વિશ્વની માયાજાળમાંજ સુખમાનનારા, ને સુખની ઈચ્છાથી ધાર્મિક ક્રિયાઓ દેવલોકનું નિશાન બાંધીને કરે છે તો તે સ્થિતિ તેને પ્રાપ્ત ને થાય છે પણ આ માર્ગ તે વ્યવહાર એટલે દુનિયાને માર્ગ છે, સંસારના ચક્રમાં પરિભ્રમણ કરવાનો માર્ગ છે, એટલે ખરી રીતે તે માર્ગજ નથી. જેમ ત્યાગીઓ ન અને ગૃહસ્થીઓને માર્ગ જુદો છે, તેમ પરમાર્થ અને દુનિચાનો માર્ગ જુદો જુદે જ છે. ક્રિયા ભલે બન્ને એકજ જતિની કરે છનાં દષ્ટિને ભેદ હોવાથી–નિશાન જુદુ હોવાથી, જેમ સાધને એક સરખાં હોવા છતા બીજના ભેદને લીધે ફળમાં ભેદ પડે છે તેમ આ માર્ગમાં પણ કળ ભેદ પડવાનો. એક કર્મની નિર્જરા કરશે ત્યારે બીજે શુભ યિા કરી હોવાથી પુન્યનો બધ કરશે.