________________
કેવલ નિશ્ચય નયથી કેટલાક નાશ પામ્યા છે ત્યારે કેટલાએક છો નિશ્ચય નય વિના એકલા વ્યવહાર નથી માર્ગથી પતિત થયા છે એમ તીર્થંકર દેવોએ કહેલું છે. "
- વ્યવહાર અને નિશ્ચય બને નને ગૌણ મુખ્ય રાખી પ્રવૃતિ કરતાં વસ્તુને યથાર્થ બંધ થાય છે. જે વખતે વ્યવહારની મુખ્યતા હોય તે વખતે નિશ્ચયની ગણના હૈય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય તે વખતે વ્યવહારની ગણતા હોય. આમ બને દૃષ્ટિમાં જ્યારે જેની જરૂરીયાત હોય ત્યારે તેને ઉપયોગ, બીજી દષ્ટિનો તિરસ્કાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે તે વસ્તુ તત્વને યથાર્થ અનુભવ થાય છે.
જેને અનુભવ મેળવવાનો હોય છે તે તરફ વ્યવહાર પ્રવૃત્તિ કરાવે છે ત્યારે નિશ્ચય તે વસ્તુ ત્યા છે ત્યાં પહોંચી સ્પર્શજ્ઞાનથી અનુભવ કરાવે છે. શુદ્ધ વ્યવહાર એ કારણરૂપ હોય છે. ત્યારે શુદ્ધ નિશ્ચય એ બરાબર કાર્યની સિદ્ધિના રૂપમાં હોય છે.
જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતો નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતું નથી તે વ્યવહાર શુદ્ધવ્યવહાર નથી. જે વ્યવહારને આપણે સુતર રૂપ માનીએ તો નિશ્ચય તેના બનેલાં કપડાં રૂપે છે. મતલબ કે વ્યવહાર કારણ છે. નિશ્ચય કાર્ય છે. એકલે વ્યવહાર કાર્યને સાધક નથી તેમ એટલે નિશ્ચય પણ કાર્યનો સાધક નથી. કેટલા એક જીવો કેવળ વ્યવહારમા જ પ્રવૃત્તિ કર્યા કરે છે અને નિશ્ચય શું છે તે સમજતા પણ નથી, અને તેના તરફ લક્ષ પણ દેતા નથી. તે એવે વ્યવહાર લક્ષ વિનાના બાણની માફક કાર્યને સાધક નહિં બને. તેમ કેટલાએક કેવળ નિશ્ચયને જ પકડી વ્યવહારનો તિરસ્કાર કરે છે. તેમના હાથમાં નિશ્ચય આવવાનો નથી. હા. નિશ્ચ