________________
કરતા રહે છે, દેવનદીની ધારાનો પ્રવાહ જેમ અખડ વહ્યા કરે છે, - વ્યવહાર અને કાળની ગંતિ અવિચ્છિન પણે ચાલ્યા કરે છે, દ્રવ્યમાં - જેમ પર્યાયે કાયમ જોડાયેલા રહે છે. અને જેમ તીર્થંકરાદિની
ઉત્પત્તિ નિયમિત થયા કરે છે તેમ હું જ્ઞાન સ્વરૂપ છું એવું અખંડ - આત્મભાન મેક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ભૂલીશ નહિં.
પરમ શાંત દશામાં રહી શુદ્ધ આત્માનું સ્મરણ કરતાં, મન વચન કાયાની ક્રિયા મને અત્યંત નિસાર દેખાય છે. દરેકક્ષણે શુદ્ધ ચિપના સ્મરણ સિવાય મને કાંઈ બીજું ઉત્તમ લાગતુ નથી.
આ બાહ્ય અને અભ્યતર વસ્તુઓનો સંગ, સુંદર શરીર, દેવો અને મનુષ્યના રાજાનું પદ, વિદ્યા, વિજ્ઞાન, બળ, શેભા, કીર્તિ, રૂપ, પ્રતાપ. આભૂષણે, અને તીર્થંકરપણું પણ મને અનિત્ય લાગે છે. કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપનાં લીન થવું તેજ પરમ અચળ અને શાંતિરૂપ લાગે છે.
પિતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણનારે વસ્તુઓ મળે કે ન પણ મળે છતાં તેને માટે તેણે જરા પણ રાગદ્વેષ કર ન જોઈએ. અને તે સ્વરૂપમાંજ નિરતર એક્તાર થવામાં આનંદ માનવો જોઈએ.
હુ જ્ઞાનસ્વરૂપ છું માટે તેજ વસ્તુ મારી છે. તેને જ હું જોઉં છું. તેથી હુ સુખી છું. તેનાથી જ બધા કર્મ શત્રુઓથી હુ મુક્ત થઈશ.
નિત્ય આનંદમય પિનાના શુદ્ધ ચિકૂપમાં જ્યારે સ્થિરતા કરવામાં આવે છે ત્યારે પરમાર્થથી પિતામાં સ્થિરતા થઈ કહેવાય છે. પૃથ્વી * ઉપર મેરૂ પર્વત નિશ્ચળ રહે છે તેમ આ મારું શરીર ન છૂટે ત્યાં સુધી તે શુદ્ધ જ્ઞનમય આત્મામાં મારાં પરિણામ નિશ્ચળ બન્યાં રહે.
પાંચમી ગતિમાં સિદ્ધ પરમાત્માઓ જેમ સ્થિર રહેલા છે તેમ