________________
૨૦
આત્મા દઢ સંકલ્પ કરે છે કે આવા વિષમ પ્રસંગમાં પણ હું આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલીશ નહિં.
મનુષ્યોની સાથે તેમના વ્યવહારમાં હું નહિ જડાઉ તેથી કરીને કોઈ મને ઘેલે કહેશે, કોઈ કહેશે કે પિશાચ વળગે છે, કોઈ ગ્રહને લઈને ચિત્તના વિભ્રમવાળો માનશે, અસાધ્ય રોગ થયો છે એમ વૈદો કે સંબધીઓ કહેશે, વ્યવહારથી કટાળેલ કે ગણશે. કોઈ દુઃખમાં ઘેરાયેલો સમજશે, કોઈ મરણની નજીક જઈ પહોંચેલે માનશે. આ પ્રમાણે લેકે ગમે તેમ માને, પણ “હું શુદ્ધ આત્મસ્વરૂપ છું” એ મારી જાગૃતિ અને સ્મૃતિમાં ભગ પડવા દઈશ નહિં.
શુદ્ધ આત્મદષ્ટિ વિનાના અને ભયના ખરા ભેળે નહિં જાણ-- નારા મનુષ્યોને મેહરાજાએ ઉન્મત્ત, ભ્રાંતિવાળા, આત્મનેત્ર વિનાના, દિગમૂઢ થયેલા, અજ્ઞાન નિદ્રામાં સુતેલા, આત્મચિંતા વિનાના, મેહ મૂછમાં પડેલા, દુનિયાના પ્રવાહમાં તણુતા, બાળક અવસ્થામાં રહેલા, ઘેલાની ગતિને પામેલા અને આકુળ વ્યાકુળ કરીને પિતાને આધિન કરી લીધા છે.
સ્ત્રીઓને જેમ પતિ પ્રિય હોય છે, નિર્બળને રાજા, રાજાઓને જેમ પૃથ્વી, ગાને જેમ પોતાને વાછડો, ચક્રવાકાને જેમ સૂર્ય, ચાતકોને જેમ વરસાદ, જળચરેને જેમ સરવરાદિ, મનુષ્યોને જેમ અમરપણું, દેવોને જેમ સ્વર્ગલોક અને રોગાતુરને જેમ વૈદ્ય પ્રિય હોય છે તેમ શુદ્ધ આત્માનું નામ 'મારા હૃદયને પ્રિય છે.
મનુષ્યો જેમ પોતાને જે વિષય પ્રિય હોય તેમાં જોડાયેલા રહે છે તેમ હું નિરતર શુદ્ધ પરબ્રહ્મના સ્વરૂપમાં જોડાયેલો રહીશ.
જેમ ચંદ્ર સૂર્ય પોતાની અખિલિત ગતિમાં નિરતર પર્યટન.