________________
દિવસોમાં નદીને કિનારે વસ્ત્રો વિના રહ્યા, ગ્રીષ્મઋતુમાં પહાડી પ્રદેશોના પ્રખર તાપમાં ફર્યો અને વર્ષાઋતુમાં અનેકવાર વૃક્ષની નીચે રહ્યો પણ મારા શુદ્ધ સ્વરૂપમાં હુ કોઈપણ વખત ન રહ્યો. ' અરે સ્વર્ગાદિની ઈચ્છાથી સ્વસ્વરૂપને જાણ્યા વિના મે અનેક કબ્દો ઉઠાવ્યાં, વિવિધ પ્રકારે કાયલેશ સહન કર્યો, શાસ્ત્ર ભણવા પાછળ મહેનત કરવામાં પણ મે કચાશ ન રાખી. પણ આત્મ જાગૃતિ વિના ખારી જમીનમાં બીજ વાવવાની માફક મારે સર્વ પ્રયાસ નિષ્ફળ ગયે. આત્મજાગૃતિ કરાવનાર શાસ્ત્ર કે સત્ ક્ષિાની પ્રાપ્તિ મને ન થઈ. વિશ્વમાં પર્યટન કરતાં અનેક ગુરૂઓ કર્યા અને મેળવ્યા પણું શુદ્ધ આત્મ સ્વરૂપને બતાવનાર કહેનાર કે જમાડનાર ગુરૂની પ્રાપ્તિ મને કોઈ વખત ન થઈ. અને તેવા ગુરૂવિના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય ?
આહા ! સચેતન અને અચેતન શુભ દ્રવ્યમાં અનેકવાર મેં પ્રીતિ ધારણ કરી પણ પ્રબળ મેહના ઉદયને લીધે જ્ઞાન સ્વરૂપ આત્મામાં મે ન કરી. અરે ! દુષ્કરમાં દુષ્કર શુભાશુભ અનેક કર્મો મે અનેકવાર કર્યો પણ શુદ્ધ આત્માનું ચિતન કરવાનો વખત મને ન મળ્યો.
પ્રભુની કૃપા થઈ. મેહનો ઉદય મદ પડે. સદગુરુને સમાગમ થયા. આત્મજાગૃતિને પ્રકાશ પડો. અજ્ઞાન અંધકાર ગયો. સલ્તાનું શ્રવણ કર્યું. હવે મને શુદ્ધ આત્મા તરફ પ્રીતિ થઈ, તેને લઈને મન ઈચ્છાવિનાનું થયું. હવે પ્રથમનાં આશક્તિવાળાં સ્થાનો અને પાત્ર મને હળાહળ ઝેર જેવાં લાગે છે. આત્મજ્ઞાની મનુષ્યોની સોબત ગમે છે. આત્મજાગૃનિ કરાવનારાં શાસ્ત્રો સારાં લાગે છે. મન પણ વિવિધ ઈચ્છાથી