________________
૧૫
કેમકે કાલેક રૂપ વિશ્વને તે પિતાની અંદર લીન કરી દે છે. જ્ઞાન બળથી લાલકને તે જોઈ શકે છે. છતાં આડું કાંઈક છે કે તે તેને બાબર જાણવા દેતું નથી. પ્રથમ સ્મરણમાં આવતું નથી, પાછળથી કાંઈક આત્માનું સ્મરણ થાય છે, એજ જણાવી આપે છે કે ચિદા-ત્માની આડે કર્મને પડદો છે. પ્રથમ મનમાં કાંઈક સ્કુરણ થાય છે, પછી જાગૃતિ થતાં મનમાં સ્કુરણ થતુ નથી. એથી સમજાય છે કે
આ કર્મને ઉદય છે અને આ આત્માની શાંતિ છે, અથવા ઉપશમ -ભાવ છે. આ ઉપશમભાવને વધારવાની પ્રથમ જરૂર છે તેના બળથી ક્ષાયકભાવ પણ પ્રગટ કરી શકાય છે.
જેમ મહાન મેહના ઉદયથી મનુષ્યનું મન લક્ષ્મીમાં તેમજ સ્ત્રીઓમાં રમતું રહે છે તેવી જ રીતે જે પોતાના ચિપમાં હૃદય રમતું થાય તે આત્માની મુકિત પાસે જ છે.
જે પ્રમાદી જીવો શુદ્ધ આત્માના ચિંતનને મૂકીને બીજા પુદ્ગલિક કાર્યોનું ચિંતન કર્યા કરે છે તે અમૃતને મૂકીને વિશ્વનું પાન કરે છે. વિષયના અનુભવમાં વ્યાકુળતા સાથે રાગદ્વેષ હોવાથી પરિણામે દુઃખદાયી છે, પણ આત્માના ચિંતનમાં પરમ શાંતિ હોવાથી કેવળ સુખરૂપજ પરિણામ આવે છે એટલે તેમાં જ તાત્વિક સુખ છે. આત્મા ચિંતન કરવાના વખતે આત્મા તન્મય થઈ નિરાકુળ શાત થઈ રહે છે.
મનુષ્ય જેનું સ્મરણ કરે છે તે તેને મળે છે પથિક જે માગે જાય છે તેજ નગર તેને પ્રાપ્ત થાય છે, તેમ આત્માનું સ્મરણ કરનારને આત્મા મળે છે. જડનું સ્મરણ કરનારને જડ વસ્તુ પ્રાપ્ત થાય છે. આત્માને માર્ગે ચાલનાર આત્માના સ્થાનમાં જઈ પહેચે છે, જડના માર્ગે ચાલનાર જડના સ્થાને જઈ પહેચે છે. જે માર્ગ ઠીક લાગે તે -માર્ગે ચાલે. વિશ્વમાં સર્વ માર્ગે ચાલનાર માટે ખુલ્લા છે.)
:
-