________________
૧૩.
દૃષ્ટાપણું રૂપ પિતાને ધર્મ ભૂલી કર્તા લેતા રૂપે બનેલે આત્મા એ મનનું કોકડું ઉકેલવા પ્રયત્ન કરે છે; પણ જેમ જેમ વધારે વિકલ્પ. કરે છે તેમ તેમ તેનું કોકડુ વધારેને વધારે ઘુચવાતું જાય છે, આખરે શકિત ગુમાવી, ભાન ભૂલી આ માયાના ચકરાવામાં–વમળમાં ગોથાં ખાધા કરે છે. પણ જે આત્મા પિતાના સ્વરૂપમાં પાછો આવે તે જેમ હજારે વરસનું સ્વમ આંખ ઉઘાડતાં નાશ પામે છે તેમ અનંત કાળનું અજ્ઞાન કે લાંબા કાળની ભૂલો તરતજ સુધરી જાય છે અને આત્મા પિતાના સ્વરૂપમાં આનંદ કરે છે. સ્વરૂપમાં પાછું આવવું એટલે હું અનંત શક્તિવાન જ્ઞાતાદષ્ટા રૂપ શુદ્ધ આત્મા છું. આ ભાન થવું, આમાં કાંઈ વધારે મહેનત નથી. ફકત દિશા બદલાવી નાખવી. પશ્ચિમ ભણું પગ ચાલે છે તેને બદલે પૂર્વ સન્મુખ મુખ રાખવું એટલે પગ પણ પૂર્વ સન્મુખ ચાલવા માંડશે. માયા તરફની પ્રવૃત્તિને મૂકીને આત્મા તરફ પ્રવૃત્તિ કરવી એ દિશા બદલાવવા બરાબર છે. આટલું કરવામાં આવે તે આત્મ પ્રાપ્તિ સુગમ છે. તેટલુ કરવામાં ન આવે તે અનંત કાળે પણ આત્મ પ્રાપ્તિ થવી દુર્લભ છે. આત્મ પ્રાપ્તિ થવી એટલે આત્મા કયાંથી મળી આવે છે એમ નહિં, પિતેજ આત્મા છે, તેનું તેને ભાન થવું તે આત્મ પ્રાપ્તિ થવા બરાબર છે. આ ભાન થયા પછી તેને ઉદેશીને જ બધી પ્રવૃત્તિ કરતે હેવાથી તેની પ્રવૃત્તિ આત્મ પ્રેમના પ્રમાણમાં ચેડા કે ઝાઝા વખતમાં પિતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યા વિના રહેશે નહિં.
હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું હું આત્મા છું' આ વાતનું સ્મરણ કરવું, આ ભાન ટકાવી રાખવું તે આત્મસૂર્યવાળી પૂર્વ દિશામાં પ્રયાણ કરવા બરાબર છે. આ સ્મરણ કરવામાં કલેશ થતો નથી, ધનનો